રાજકોટ ફરી વખત રાજ્યનું 43.6 ડિગ્રી સાથે ‘હોટ સીટી’: સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ
છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર કચ્છના હવામાનમાં અનેકવિધ રીતે ઉલટફેર થઈ રહ્યો છે. અને સમગ્ર રાજ્યમાં રાજકોટ , અમરેલી હોટેસ્ટ સીટી તરીકે પણનોંધાયું છે. રાજકોટનું તાપમાન પણ ગઈકાલે 43.6 ડિગ્રીએ રહ્યું હતું અને તે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે પણ હવામાન વિભાગે વર્ણવ્યું હતું. અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક હજુ પણ હિટવેવ રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત પરમાર ગરમીનું ખૂબ વધુ જોવા મળી રહ્યું છે અને જાણે ગરમીએ રોદ્રરૂૂપ અપનાવ્યું હોય તેઓ જાણવા પણ મળે છે. હજુ પણ આવતા બે દિવસ તાપમાનનો પારો ઊંચો રહેશે.
સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર રાજકોટ 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. તે જ સમયે અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સતત વધતા તાપમાનના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હીટવેવની આ સ્થિતિ આગામી 48 કલાક સુધી યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની ધારણા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે હવામાન વિભાગે યેલો એલર્ટ જારી કર્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત, પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ રહી શકે છે. રાજ્યના બાકીના હિસ્સાઓમાં વાતાવરણ મુખ્યત્વે સામાન્ય રહેશે.
રાજ્યના વિવિધ શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ 43.2 ડિગ્રી, અમરેલી 42.9 ડિગ્રી, બરોડા 41.6 ડિગ્ર, ભાવનગર 39.7 ડીગ્રી, ભુજ 40 ડિગ્રી, દાહોદ 38.3 ડીગ્રી, દમણ 36.8 ડિગ્રી, ડાંગ 39.4 ડીગ્રી, ડીસા 41.8 ડિગ્રી, દીવ 32.5 ડિગ્રી , દ્વારકા 33.5 ડિગ્રી, ગાંધીનગર 42.8 ડિગ્રી, કંડલા 39 ડિગ્રી, નલિયા 37.8 ડિગ્રી, ઓખા 36 ડિગ્રી, પોરબંદર 35.1 ડિગ્રી, રાજકોટ 43 ડિગ્રી, સુરત 35.2 ડિગ્રી, અને વેરાવળમાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
