મોરબી મનપાની તમામ 52 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે વર્ષ 2021 માં યોજાયેલી નગરપાલિકા ચુંટણીમાં તમામ 52 બેઠકો જીત્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી મહાપાલિકાની ચુંટણીમાં પણ ભાજપે પોતાનો દબદબો યથાવત રાખી તમામ બેઠકો કબજે કરી છે આમ આદમી પાર્ટી મેદાને હોવા છતાં ત્રિપાંખીયો જંગ જામ્યો ના હતો અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરમાં ભાજપ તમામ બેઠકો કબજે કરવામાં સફળ રહ્યું છે.
મોરબી મહાનગર પાલિકા ચૂંટણી મા કુલ 13 વોર્ડ ની 52 બેઠક માટે કુલ 177 ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને ઉતર્યા હતા .જેમાં ભાજપ 52 કોંગ્રેસ 49 .આમ આદમી પાર્ટી 52 ને 24 અપક્ષ ઉમેદવારો ઉભા હતા .જેમા ગત 2021 ની ચૂંટણી ની જેમ ભાજપ એ સતત આ બીજીવાર 52 બેઠકો કબ્જે કરવામા સફળ થઈ છે.
જેથી ગત મોરબી નગરપાલિકા આ વર્ષ એ પ્રથમ વાર યોજાયેલ મોરબી મહાનગર પાલિકા ચુંટણી મા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ખાતુ ખોલાવવામાં પણ સફળ નથી થઈ સાથે અપક્ષો ની મન ની મન મા રહી ગઈ છે આ વર્ષ મોરબી મહાનગર પાલિકા ચુંટણી માં ભાજપ માથી ટિકિટ ન મળવા નો મોટા પાયે અંસંતોષ હતો જેમા અમૂક ગતવર્ષ ચુંટાયેલા ભાજપ ના કેટલાક સદસ્યો એ અપક્ષ મા લડ્યા હતા છતા ફાવ્યા નથી ને હારી ગયા છે.
રાજ્ય ના મંત્રી અને મોરબી ના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા મોરબી પુર્વ શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા એ ચુંટણી ના પરિણામ પહેલા જાહેર મા દાવો કર્યો હતો કે ભાજપ 2021 મોરબી નગર પાલીકા ચુંટણી ની જેમ આ વર્ષ એ મોરબી મહાનગર પાલિકા મા પણ ભાજપ 52 બેઠક જીતી ને બતાવશે એ સાચુ ઠર્યું છે લાખાભાઈ જારીયા એ ભાજપ ફરી 52 બેઠક કબ્જે કરશે એ બીજા વર્ષ એ વાણી સાચી ઠરી છે.
વોર્ડ નં. 1 :- જયંતિલાલ દામજીભાઈ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઈ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઈ મહેતા
વોર્ડ નં. 2 :- મનસુખભાઈ સારેસા, આરતીબેન ઝીંઝવાડીયા, સીતાબેન હુંબલ, જયેશ આગેચાનિયા
વોર્ડ નં. 3 :- અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, જીગ્રેશ હંસરાજભાઈ કૈલા, ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા, રમાબેન કેતનભાઈ બોલિયા
વોર્ડ નં. 4 :- પુનમબેન જીતેનભાઈ અગેચણીયા, અશ્વિનિબેન અશ્વિનભાઈ પાટડિયા, વિવેક રમેશભાઈ ગોલતર, ગૌતમ ભાવેષભાઈ પરમાર
વોર્ડ નં. 5 :- મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, માનુબેન રમેશભાઈ સિયાર, ભગિરથ મનસુખભાઈ બરાસરા
વોર્ડ નં. 6 :- કેયુરકુમાર નરેન્દ્રભાઈ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા
વોર્ડ નં. 7 :- જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, જયેશભાઈ વસંતભાઈ દેસાઈ, ભાવીનભાઈ ગિરીશભાઈ ઘેલાણી, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર
વોર્ડ નં. 8 :- કુંદનબેન શૈલેષ માકાસણા, ઉતમ મહેશભાઈ સુરાણી, જ્યોત્સનાબેન સવજીભા ભીમાણી, મહેન્દ્રભાઈ રમણિકલાલ સવસાણી
વોર્ડ નં. 9 :- ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નુતનબેન હરસુખભાઈ વિડજા, હીરેનભાઈ પરબતભાઈ કરોતરા, નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા
વોર્ડ નં. 10 :- ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, અલ્પાબેન રોહિતભાઈ કંજારીયા
વોર્ડ નં. 11 :- ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ઘનજીભાઈ સનાવડા, નિરૂપમા (શિલ્પા) નિલેશભાઈ કાલરીયા, ભારતીબેન ચુનીલાલ પરમાર
વોર્ડ નં. 12 :- રીષિપકુમાર નારણભાઈ કૈલા, બ્રિજેશ આપાભાઈ કુંભરવાડીયા, મેઘાબેન દિપકકુમાર પોપટ, શીતલ સાગરભાઈ વઘાડીયા
વોર્ડ નં. 13 :- ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઈ ડાભી, ગીતાબેન મનોજભાઈ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા
