મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો ખાનપુર કાર્યાલયે વિજયોત્સવ મનાવશે

સાંજે 5.30થી 6 દરમિયાન ટોચના નેતાઓ પહોંચશે ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય…

સાંજે 5.30થી 6 દરમિયાન ટોચના નેતાઓ પહોંચશે

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય મળી રહ્યો છે ત્યારે આ જીતની ઉજવણી અમદાવાદમાં પક્ષના કાર્યાલય ખાનપુર ખાતે થશે.

અહેવાલ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ટોચના હોદ્દેદારો સાંજે અમદાવાદ ખાનપુર કાર્યાલય પહોંચશે. સાંજે 5.30થી 6.00 વાગ્યે આ ટોચના નેતાઓ પહોંચશે અને ત્યાં ભાજપના વિજેતા ઉમેદવારો ઉપરાંત પક્ષના કાર્યકરોની સાથે વિજય ઉત્સવમાં સામેલ થશે.

દરમિયાન, સમગ્ર રાજ્યમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ સતત આવી રહ્યા છે. બપોરે બે વાગ્યા સુધીમાં સત્તાધારી ભાજપે તમામ 15 મહાનગરપાલિકા, 84માંથી 46 નગરપાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મોટાભાગની બેઠકો ઉપર વિજય મેળવી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *