ડભોઈ પાલિકામાં ભાજપે 8 વર્ષ બાદ સત્તા ગુમાવી, કોંગ્રેસનો વિજય

વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી છે. ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ ગણાતા…

વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી છે. ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ ગણાતા ડભોઈમાંકોંગ્રેસે જોરદાર વાપસી કરીને ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે. આ પરાજય માત્ર નગરપાલિકાની હાર નથી, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપના સંગઠન અને ધારાસભ્યના વર્ચસ્વ સામે પણ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મુજબ, ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસે બહુમતીનો આંકડો વટાવીને 21 બેઠકો પર શાનદાર વિજય મેળવ્યો છે. બીજી તરફ સત્તાધારી ભાજપ માત્ર 15 બેઠકો પર સમેટાઈ ગયું છે. 8 વર્ષના લાંબા અંતરાલ બાદ ડભોઈ નગરપાલિકા પર ફરી એકવાર ’પંજો’ મજબૂત થયો છે અને કેસરીયો ફિક્કો પડ્યો છે.

ડભોઈના વોર્ડ નંબર 2માં ભાજપના માજી પ્રમુખ બિરેન શાહની હાર થઈ છે, જે ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જોકે, આ જ વોર્ડમાં કોંગ્રેસ માટે પણ માઠા સમાચાર રહ્યા છે, કારણ કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણીએ પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *