ડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇ

અનેક નેગેટિવ ફેકટર અને આંતરિક નારાજગી ડિસ્કાઉન્ટ કરી ટુ-થર્ડ મેજોરિટી મેળવી, આકરા તાપ વચ્ચે ભાજપને ‘ઠંડક’ કોંગ્રેસને 7 બેઠકોનું ‘ઓક્સિજન’, વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ તૂટી,…

અનેક નેગેટિવ ફેકટર અને આંતરિક નારાજગી ડિસ્કાઉન્ટ કરી ટુ-થર્ડ મેજોરિટી મેળવી, આકરા તાપ વચ્ચે ભાજપને ‘ઠંડક’

કોંગ્રેસને 7 બેઠકોનું ‘ઓક્સિજન’, વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ તૂટી, નિલેશ હેરભા જીત્યા, વશરામ સાગઠિયાની હાર, આમ આદમી પાર્ટીનો ફલોપ શો યથાવત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ હાલ આવી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરની વાત કરવામાં આવે તો મહત્તમ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. અનેકવિધ વિવાદોના વંટોળ જે જોવા મળ્યા તેનાથી મતદારોને કોઈ અસર પડી નથી અને તેઓએ માત્ર કમળને જ મત આપ્યો હોય તેવું ચિત્ર ઊભું થયું છે. મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના મહત્તમ વોર્ડમાં ભાજપે જીત અંકે કરી લીધી છે જે સ્પષ્ટ ચિત્ર ઉભો કરે છે કે ગમે તેટલો વિરોધ થયો તેનો કોઈ જ ફાયદો વિપક્ષીઓને થયો નથી. હાલ જે આમ આદમી પાર્ટીની વિજય ન વાત થતી હતી તેમાં એક બેઠક પણ આમ આદમી પાર્ટી અંકે કરી શકી નથી ત્યારે આ આ વખતે પણ મતદારોએ ભાજપને મત આપી સ્ટીમ રોલર ફેરવી દીધું છે. રાજકોટ મહાનગર પાલિકા ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે.

રાજકોટ મનપામાં વોર્ડ 15ની પેનલ તૂટતા અપસેટ સર્જાયુ છે જેમાં વશરામ સાગઠિયા હારતા, ભાજપના નિલેશ હેરભાનો વિજય થયો છે. રાજકોટ શહેરમાં અલગ અલગ 6 જગ્યાએ મતગણતરી યોજાઈ રહી છે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરાનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ફરમાવેલ પ્રતિબંધ મુજબ રાજકોટ શહેરમાં રાજકીય પક્ષોના ઉમેદવારોની જીત બાદ વિજય સરઘસ દરમિયાન કોઈ પણ જગ્યાએ ફટાકડા ફોડી શકાશે નહિ. વિજય સરઘસ દરમિયાન કોઈ ફટાકડા ફોડશે તો તેમના વિરુધ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

છેલ્લી ઘડીએ જુના જોગીઓએ મેદાન માર્યું
રાજકોટ મહાનગરના 18 બોર્ડની 72 બેઠકો ની બેઠક વહેંચણીમાં જે પ્રશ્નો ઊભા થયા હતા અને વિરોધ નો સુર ઊઠ્યો હતો ત્યારે ડેમેજ કંટ્રોલ કરવામાં સ્થાનિક આગેવાનો અને કહી શકે કે જે જુના જોગીઓને મતદાન પૂર્વેના થોડા દિવસો અગાઉ જે રીતે એક્ટિવ કરવામાં આવ્યા હતા તે નિર્ણય ભાજપ માટે નિર્ણાયક નીવડ્યો કારણકે છેલ્લી ઘડીએ જુના જોગીઓએ જે ડેમેજ કંટ્રોલ કર્યું છે તેનાથી ભાજપને મતદાનમાં 100% ફાયદો થયો હોય તેવું પરિણામ કહી રહ્યું છે.

ભાજપમાં વોર્ડ વાલીનો ક્ધસેપ્ટ ચાલ્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ને એમાં પણ ખાસ રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ વાલી ક્ધસેપ્ટ પ્રદેશ ભાજપે અપનાવ્યો હતો જે પ્રથમ દ્રષ્ટિએ લાગતું હતું કે અહીં જે જુના જોગીઓ છે તેને સાઈડ લાઈન કરવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે વોર્ડ વાલી ક્ધસેપ્ટ થી ભાજપનો વિજય સુનિશ્ચિત થયું અને જે ભાજપના શનિષ્ઠ આગેવાનોને અને જે જુના જોગી અને આ જવાબદારી આપવામાં આવી હતી તે પરિપૂર્ણ થઈ છે ત્યારે વોર્ડ વાલીના ક્ધસેપ્ટમાં ભાજપના જૂના જોગીઓ એ મેદાન માર્યું છે અને જીતનો શ્રય પણ અંગે કર્યો છે.

શહેર ભાજપ પ્રમુખ માધવ દવે એસીડ ટેસ્ટમાં પાસ
શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની આગેવાની અંગે અને લેવામાં આવેલા નિર્ણયો મામલે ઘણા ખરા વિરોધો ઊઠ્યા હતા પરંતુ હાલ જે પરિણામ સામે આવ્યા છે તે જોતા એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી કે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનું માઇક્રો પ્લાનિંગ અને લેવામાં આવેલા નિર્ણય ભાજપની તરફેણમાં રહ્યા અને જે વિરોધીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે પણ પાયા વિહોણા સાબિત થયા છે ત્યારે કહી શકાય અને રાજકીય વર્તુળોમાં એ વાતની પણ ચર્ચાએ જોર પકડ્યો છે કે ખરા અર્થમાં જે એસિડ ટેસ્ટ લેવામાં આવી હતી તેમાં માધવ દવે મેદાન માર્યું છે.

દર્શિતાબેન શાહના વિરોધીઓ કાંઈ ઉકાળી ન શક્યા
વોર્ડ નંબર 2 માં લોહાણા સમાજ અને બ્રહ્મ સમાજને ટિકિટ ન આપવા મામલે અને સમાજની અવગણના મુદ્દે ધારાસભ્ય દર્શિતા શાહ વિરુદ્ધ વિરોધનો વન્ટોળ ઊભો થયો હતો એટલું જ નહીં વિવિધ સમાજના આગેવાનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ક્રોસ વોટિંગની પણ વાત કરી હતી પરંતુ હાલ જે પરિણામો આવ્યા છે તેને જોતા એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના વિરોધીઓ કંઈ ઉકાળી શક્યા નહીં અને ખુદ મતદાર હોય જ વિરોધીઓને જાકારો આપ્યો છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *