સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં બિમારી સબબ પડેલા અજાણ્યા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં બિમારી સબબ પડેલા આશરે 60 વર્ષના અજાણ્યા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાત બીજા બનાવમાં જસદણમાં આવેલ શ્રીહરિ સોસાયટીમાં રહેતી સોનલબેન સંજયભાઈ દેસાણી નામની 35 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું.પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
