પડધરી પોલીસ સ્ટેશનમાં ડીટેઇન કરેલ ડમ્પર ઉઠાવી જવાનો પ્રયાસ, ચાર સામે ફરિયાદ

  પડધરી પોલીસ સ્ટેશનમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત રેતી ખનન મામલે ડિટેઈન કરી પોલીસ કસ્ટડીમાં સોંપાયેલું ડમ્પર પોલીસની નજર સામેથી જ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી…

 

પડધરી પોલીસ સ્ટેશનમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત રેતી ખનન મામલે ડિટેઈન કરી પોલીસ કસ્ટડીમાં સોંપાયેલું ડમ્પર પોલીસની નજર સામેથી જ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પડધરી પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ પડધરી પોલીસ મથકના પોલીસ કોન્સેબલ દાદભાઈ અનકભાઈ ભોજકે નોંધાવેલી ફરિયાદમાં જયરાજસિંહ મહિપતસિંહ જાડેજા (ઉં.વ. 31, રહે. છાપરા, લોધિકા), રાજદિપસિંહ વિજયસિંહ જાડેજા (ઉં.વ. 27, રહે. નાના ઈટાળા, પડધરી) અને અનિરૂૂધ્ધસિંહ મહાવિરસિંહ જાડેજા (રહે. છાપરા) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ 25/04/2026 ના રોજ રાત્રે આશરે 22:00 કલાકે તેઓ પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હતા.

તે સમયે પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખેલું રેતી ભરેલું ડમ્પર નંબર જીજે-03-બીવાય-9603 કોઈ વ્યક્તિ ચાલુ કરીને બહાર લઈ જઈ રહ્યો હતો. શંકા જતાં પોલીસે તુરંત વાહનને અટકાવ્યું હતું. તપાસ કરતા માલુમ પડ્યું કે આ ડમ્પરને રાજકોટ ખાણ-ખનીજ વિભાગે તારીખ 23/04/2026 ના રોજ 21 મેટ્રિક ટન બિનઅધિકૃત રેતી સાથે સરપદડ ગામ પાસેથી જપ્ત કર્યું હતું અને તેની ચાવી પોલીસ સ્ટેશનમાં જમા હતી. પોલીસે સ્થળ પરથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં જયરાજસિંહ મહિપતસિંહ જાડેજા (ઉં.વ. 31, રહે. છાપરા, લોધિકા). અને રાજદિપસિંહ વિજયસિંહ જાડેજા (ઉં.વ. 27, રહે. નાના ઈટાળા, પડધરી)ની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ ડુપ્લીકેટ ચાવી વડે ડમ્પર ચાલુ કરીને લઈ જઈ રહ્યા હતા. આરોપી રાજદિપસિંહની કબૂલાત મુજબ, તેના કાકા છાપરાના અનિરૂૂધ્ધસિંહ મહાવિર સિંહ જાડેજાએ સૂચના આપી હતી કે ડુપ્લીકેટ ચાવી લઈને જાવ અને ગાડી લઈ આવો ખાણ-ખનીજનો મેમો પછી ભરી દઈશું.

પોલીસે જયરાજસિંહ મહિપતસિંહ જાડેજા અને રાજદિપસિંહ વિજયસિંહ જાડેજા ની ધરપકડ કરી મહિન્દ્રા સ્કોર્પિયો જીજે-03-એલ.આર-0990 સહીત નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ 305(બી), 305(ઈ), 303(2), અને 61(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અનિરૂૂધ્ધસિંહ જાડેજાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલાની તપાસ પી.એસ.આઈ જે.જે. વાળા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *