ગોંડલ તાલુકાના પાટિયાળી ગામે આકરા તાપનાં કારણે બગીચામાં ભીષણ આગ: મોટું નુકસાન

  ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે આજે બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે ખજૂરીના એક બગીચામાં અચાનક આગ ફાટી નીકળી હતી. સરકારી ખરાબાની જમીનમાં આવેલા અંદાજે 40…

 

ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે આજે બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે ખજૂરીના એક બગીચામાં અચાનક આગ ફાટી નીકળી હતી. સરકારી ખરાબાની જમીનમાં આવેલા અંદાજે 40 થી 50 જેટલા ખજૂરીના ઝાડ આ આગની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

પ્રાતુ વિગત મુજબ, પાટીયાળી ગામની સીમમાં સરપંચ ઇન્દ્રજીતસિંહ જાડેજા ના ફાર્મ હાઉસ પાસે આવેલ ખજૂરીના ઝાડોમાં ગરમીના પ્રકોપને કારણે એકાએક આગ લાગી હતી. સરપંચ દ્વારા ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આગ એટલી ભીષણ હતી કે નજીકના રોડ પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ થોડો સમય ફફડાટ વ્યાપી ગયો હતો અને નજીક ઝૂંપડા માં રહેતા શ્રમિકો ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, ગરમી અને પવનના કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી. ફાયર બ્રિગેડ દ્વારા અઢી કલાક પાણી નો મારો ચલાવવામાં આવતા આગ કાબુમા આવી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટી સંખ્યામાં ખજૂરીના ઝાડ બળીને ખાખ થઈ ગયા છે. ગ્રામ પંચાયત અને સ્થાનિકો દ્વારા આ અંગે તંત્રને જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *