હોકી ખેલાડી ગુરૂબક્ષસિંહ ગ્રેવાલનું હાર્ટએટેકથી નિધન

ભારતની પ્રથમ ઓલિમ્પિક હોકી બ્રોન્ઝ વિજેતા ટીમના ખેલાડી હતાં ભારતના ઑલિમ્પિક હોકી-મેડલિસ્ટ ખેલાડી ગુરબક્ષ સિંહ ગ્રેવાલનું અહીં નજીકના ઝિરાકપુરમાં શુક્રવારે હાર્ટ અટેકથી અવસાન થયું હતું.…

ભારતની પ્રથમ ઓલિમ્પિક હોકી બ્રોન્ઝ વિજેતા ટીમના ખેલાડી હતાં

ભારતના ઑલિમ્પિક હોકી-મેડલિસ્ટ ખેલાડી ગુરબક્ષ સિંહ ગ્રેવાલનું અહીં નજીકના ઝિરાકપુરમાં શુક્રવારે હાર્ટ અટેકથી અવસાન થયું હતું. તેઓ 84 વર્ષના હતા. 1968માં ભારત ઑલિમ્પિક્સમાં પહેલી વખત હોકીનો બ્રોન્ઝ મેડલ જીત્યું હતું અને ગુરબક્ષ સિંહ એ વિજેતા ટીમમાં હતા. 1968ની ઑલિમ્પિક્સ મેક્સિકો શહેરમાં યોજાઈ હતી અને ભારત એમાં ફીલ્ડ હોકીમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. પાકિસ્તાને ગોલ્ડ મેડલ અને ઑસ્ટ્રેલિયાએ સિલ્વર મેડલ જીતી લીધો હતો. યોગાનુયોગ, ગુરબક્ષ ત્યારે ભારતની જે ઑલિમ્પિક ટીમમાં હતા એ જ ટીમમાં તેમના ભાઈ બલબીર સિંહ ગ્રેવાલ પણ હતા.

આ સૌથી મોટા રમતોત્સવમાં હોકીની મેચમાં એક જ ટીમમાં બે ભાઈનો સમાવેશ હોય એ અનોખા કિસ્સાની હજી પણ ખેલજગતમાં ચર્ચા થઈ રહી છે. ગુરબક્ષ સિંહ ખેલાડી તરીકેની કારકિર્દી બાદ પશ્ચિમ રેલવેમાં સિનિયર સ્પોર્ટ્સ ઑફિસર તરીકે નોકરી કરતા હતા. તેમણે ખાસ કરીને રાજસ્થાનમાંથી ભારતીય હોકીને ટેલન્ટેડ ખેલાડી અપાવ્યા હતા. મુંબઈમાં રેલવે વિભાગમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ મુંબઈ હોકી અસોસિયેશનના માનદ સચિવના હોદ્દા પર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *