સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 14 ટકા મતદાન, CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કર્યું વોટિંગ

  આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ…

 

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે. આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ત્યારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 14 ટકા મતદાન થયું છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકોની વચ્ચે રહીને મતદાન કરતા તેમણે લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા. આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું.

સમગ્ર રાજ્યમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો તરફ આગળ વધી રહ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખીને સવારથી જ મતદાતાઓ મત્ત આપવા માટે પહોંચ્યા છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે.

રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી સહિત 20 કાર્યકર્તાઓ મતદાન મથકના 100 મીટરની ત્રિજયામાં પ્રચાર કરતા હોવાથી પોલીસ અટકાયત કરી હતી.

ભરૂચમાં ચાલુ મતદાને લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી છે. તો જામનગરમાં EVM ખોટકાતા 1 કલાક મોડું મતદાન શરૂ થયું હતું.

સુરેન્દ્રનગરમાં 100 વર્ષના દાદી મતદાન કરવા પહોંચ્યા તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે કન્યા શાળામાં વરરાજાએ પહેલાં મતદાન કરી પોતાની ફરજ બજાવી ત્યારબાદ જાન પ્રસ્થાન કરી. મતદારોના ઉત્સાહ વચ્ચે અનેક જગ્યાએ EVM ખોટકાવાની ફરિયાદો પણ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *