ઉપલેટાના યુવાનનો ફાઈનાન્સ કંપનીના ત્રાસથી આપઘાત

અમદાવાદની ફીનસ્ટાર કેપીટલ ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ લોનના હપ્તા ભરવા ધમકી આપતા પગલું ભરી લીધું: સ્યુસાઈડ નોટમાં કરેલા ઉલ્લેખને આધારે પોલીસે ફાયનાનાસ કંપનીના કર્મચારી સામે ગુનો…

અમદાવાદની ફીનસ્ટાર કેપીટલ ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ લોનના હપ્તા ભરવા ધમકી આપતા પગલું ભરી લીધું: સ્યુસાઈડ નોટમાં કરેલા ઉલ્લેખને આધારે પોલીસે ફાયનાનાસ કંપનીના કર્મચારી સામે ગુનો નોંધ્યો

ઉપલેટા તાલુકાના મોજીરા ગામે લોનના હપ્તાની વસૂલાત માટે અમદાવાદની ’ફિનસ્ટાર કેપિટલ લિમિટેડ’ ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસનો એક અત્યંત કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓના સતત દબાણ અને ધમકીઓથી કંટાળીને 30 વર્ષીય અર્જુન વિનોદભાઇ રાજગર નામના યુવકે ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઈડનોટને આધારેં આ મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારી વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ મૃતક અર્જુનભાઈએ વર્ષ 2022ના અંતમાં અમદાવાદ સ્થિત ’ફિનસ્ટાર કેપિટલ લિમિટેડ’ નામની ફાઈનાન્સ કંપનીમાંથી ધંધા માટે રૂૂ. 3,00,000/- ની લોન લીધી હતી. આ લોન પેટે તેમણે દર મહિને રૂૂ. 8,286/- નો હપ્તો ભરવાનો હતો. શરૂૂઆતમાં હપ્તાઓ નિયમિત ભર્યા બાદ, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ભંગારના ધંધામાં મંદી આવતા અને આર્થિક સ્થિતિ નબળી પડતા તેઓ હપ્તા ભરી શક્યા નહોતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હપ્તા બાકી હોવાથી ફાઈનાન્સ કંપનીના કર્મચારી ફોન કરી અર્જુનભાઈને સતત ફોન કરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મૃતકના પિતા વિનોદભાઇએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે અર્જુને પોતાની આર્થિક લાચારી વ્યક્ત કરી ત્યારે કર્મચારીએ ફોન પર અત્યંત નિર્દયતાથી કહ્યું હતું કે, “તારે મરવું હોય તો મરી જા, અમને કોઈ ફેર પડતો નથી”. એટલું જ નહીં, કર્મચારીએ મૃતકના પિતાને પણ ફોન કરીને ધમકાવ્યા હતા.

તા. 23/04/2026ના રોજ અર્જુનભાઈનો મૃતદેહ ગામના સ્મશાન પાસે લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેમની તપાસ દરમિયાન ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું હતું કે, ’ફિનસ્ટાર કેપિટલ લિમિટેડ’ ફાઈનાન્સ કંપનીના કમર્ચારીઓ ધમકી મારે છે, ફીન્સ્ટા બેંક અમદાવાદ વાળા હેરાન કરતા હતા અને કેસ કરવાની ધમકી આપતા હતા”. આ ઉપરાંત, અન્ય ખાનગી ધિરાણકર્તાઓ દ્વારા પણ ઊંચા વ્યાજે લીધેલા નાણાં બાબતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અર્જુનના મૃતદેહના પોસ્ટમોર્ટમ સમયે પણ ફોન ઉપર ધમકી આપી
માનવતાને શરમાવે તેવી બાબત તો એ છે કે, જ્યારે યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું, ત્યારે પણ ફાઈનાન્સ કંપનીના કર્મચારીનો ફોન આવ્યો હતો. ગામના એક વ્યક્તિએ ફોન ઉપાડીને ’અર્જુન’ તરીકે વાત કરી ત્યારે કર્મચારીએ ઉદ્ધત વર્તન કરતા કહ્યું હતું કે, “તારા જેવા છપ્પન આવે છે પગલાં ભરવા વાળા, જે તોડવું હોય તે તોડી લે, પૈસા તો ભરવા જ પડશે”. મૃતકના પિતા વિનોદભાઇ વજુભાઇ રાજગરની ફરિયાદને આધારે ભાયાવદર પોલીસે ફિનસ્ટાર કેપિટલ લિમિટેડના કર્મચારી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 108 અને 351(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પીએસઆઈ એ.બી.જાડેજા ચલાવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *