સુરતથી નીકળેલા રાજુલાના યુવાનની લોહી નીંગળતી લાશ હાઇવે પરથી મળી

રાજુલા તાલુકાના કોટડી ગામનો રત્ન કલાકાર યુવાન ગતસાંજે સુરતથી પરિવારના સભ્ય પાસેથી ઉછીના રૂૂપિયા લઈ વતન આવવા સાંજે નીકળ્યો હતો. આ યુવાનની લાશ તળાજાથી આગળ…

રાજુલા તાલુકાના કોટડી ગામનો રત્ન કલાકાર યુવાન ગતસાંજે સુરતથી પરિવારના સભ્ય પાસેથી ઉછીના રૂૂપિયા લઈ વતન આવવા સાંજે નીકળ્યો હતો. આ યુવાનની લાશ તળાજાથી આગળ જાગધાર નજીકથી પસાર થતા હાઇવે પર પડી હોવાની જાણ દાઠા પોલીસને અંદાજે રાત્રીના સાડાત્રણેક વાગ્યાના સુમારે થઈ હતી. સાંજે સુરતથી નીકળેલ યુવાન આટલો વહેલો અહીં ક્યાં વાહનમાં પહોંચ્યા અને તેમનું મૃત્યુ અકસ્માતથી થયું તો કઈ રીતે અને ક્યાં વાહન સાથે થયું તેવા અનેક સવાલો ઉભા થયાથઈ રહ્યા છે.

બનાવઅંગે તળાજાની રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગત મુજબ દાઠા પો.ઇ રેવરને રાત્રે આશરે સાડાત્રણેક વાગે જાગધાર ગામ નજીકની હોટલથી આગળ હાઇવે રોડપર એક યુવાનની લાશ પડી હોવાની જાણ થઈ હતી.પોલીસે ત્વરિત પહોંચતા લોહિયાળ લાશનો કબ્જો લઈ તળાજા પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ.
મળેલ મોબાઈલ અને આધારકાર્ડના આધારે મૃતક રમેશભાઈ ડાયાભાઇ બાંભણીયા ઉ.વ.35 ગામ કોટડી તા.રાજુલા નો હોવાની ઓળખ થઈ હતી.પરિચિતને જાણ કરતા તેઓ તળાજા દોડી આવ્યા હતા.

પરિવાર જનોએ જણાવ્યું હતુ કે મૃતક અપરણીત છે.સુરત હીરાઘસે છે.ગઈકાલે સાંજે 6 વાગે પરિવાર ના સભ્ય પાસે થી ઉછીના રૂૂપિયા લીધાબાદ અહીં આવવા નીકળેલ.અહીં તળાજા આવીને પરિવાર જનોએ જોતા રમેશભાઈની હાલત જોઈ કહી શકાય કે આંખો ફાટી ગઈ હતી.માથાના ભાગે ગંભીર ઇજાઓ,લોહીથી ભરેલ ચહેરો,જમણા પગ ના નીચેથી ફુરચા નીકળી જઈ ને હાડકું બહાર આવી ગયેલ, એજ રીતે જમણો હાથ ભાંગી ગયોહતો. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત થીજ મોત થયાનું માનવામાં આવે છે.પરંતુ આ યુવાન સુરતથી સાંજે નીકળ્યા બાદ વહેલી સવારે 3 વાગ્યામાં આટલો જલ્દી અહીં કઈ રીતે પહોંચ્યો? તેમને રાજુલા અથવા તો કોટડી જવું હતું તો અહીં શા માટે આવ્યો અથવા તો વાહનમાંથી ઉતર્યો?અહીં થી લાશ મળવાનું કારણ શું?વાહન અકસ્માત હોય તો ક્યાં વાહન સાથે અકસ્માત સર્જાયો તેવા અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *