ક્રિકેટના ભગવાના ગણાતા ભારતના મહાન ક્રિકેટ સચિન તેંડુલકરનો આજે 53મો જન્મદિન છે. 16 વર્ષ 205ની દિવસે મેદાનમાં ઉતરેલા સચિને વકાર યૂનિસ, વસીમ અકરમ જેવા ખૂંખાર બોલરનો સામનો કરીને તેમણે સમગ્ર વિશ્વમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. તે ભારત તરફથી ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનારો સૌથી યુવા ક્રિકેટર છે.
જોકે ઘણા ઓછા લોકો જાણે છે કે ડેબૂય પહેલા સચિન પાકિસ્તાન સામે પણ રમી ચુક્યો હતો. સત્તાવાર ડેબ્યૂના આશરે બે વર્ષ પહેલા આ ઘટના બની હતી. જે આજે પણ ક્રિકેટ ફેંસને આશ્ચર્ય કરી દે છે. આ ઘટના 20 જાન્યુઆરી 1987ની છે. ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાની સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા હતા. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી. આ કોઈ ઓફિશિયલ ઈન્ટરનેશનલ મેચ નહોતી.પરંતુ બંને ટીમોના દિગ્ગજ ખેલાડીઓ તેમાં રમતા હતા, જેના કારણે ખાસ હતી.
મેચ દરમિયાન કેટલાક પાકિસ્તાની ખેલાડી આરામ કરવા ડ્રેસિંગ રૂૂમમાં જતા રહ્યા હતા. આ સમયે કેપ્ટન ઈમરાન ખાનને કેટલા સબ્સટીટ્યૂટ ખેલાડીની જરૂૂર પડી હતી. ત્યારે 14 વર્ષીય સચિન બાઉન્ડ્રી લાઈન પાસે હતો. ફિલ્ડરની જરૂૂર પડતાં જ સચિને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાકિસ્તાન ટીમ તરફથી ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. સચિને તે દિવસે આશરે 25 મિનિટ સુધી પાકિસ્તાનની ટીમ તરફથી ફિલ્ડિંગ કરી હતી.
