આજે પશ્ચિમ બંગાળની 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે બીજા ફેઝ માટે ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદી પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં સભા સંબોધી. તેમણે કહ્યું કે 4 મેના રોજ મિઠાઇ અને ઝાલમુરી વેહેંચાશે. કારણ કે ટીએમસીનું બંગાળમાંથી જવુ નિશ્ચિત છે. ટીએમસીનું લૂટનું મોડલ બધાએ જોયુ. બંગાળમાં કમળ ખીલશે તે નક્કી છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 4 મે બાદ બંગાળમાં સુરક્ષાની ગેરંટી આપુ છું. ટીએમસીના રાજમાં ઘૂસણખોરો બેફામ બન્યા છે. અમારી સરકાર આવતા જ શરણાર્થીઓને નાગરિકતા અપાશે. અમે શરણાર્થીઓની સાથે ઉભા છીએ. ટીએમસીના રાજમાં દીકરીઓ સુરક્ષિત નથી. પરંતુ અમારી સરકાર આવશે તો તમને કોઇ હાથ પણ નહીં લગાવે. બંગાળની દીકરીઓએ ભયમુક્ત જીવવુ જોઇએ. ટીએમસીથી ડરવાની જરૂૂર નથી.
PM modiએ વધુમાં જણાવ્યું કે TMC ના ધારાસભ્યો, મંત્રીઓ, સ્થાનિક નેતાઓ અને તેમના સિન્ડિકેટ સામે ગુસ્સો એટલો બધો છે કે TMC ઘણા શહેરોમાં પોતાનું ખાતું ખોલી શકશે નહીં… 15 વર્ષ પહેલાં, લોકોએ ડાબેરીઓ સામે યુદ્ધનો નારો લગાવ્યો હતો. આજે, TMC ના ’જંગલ રાજ’ના વિરોધમાં, બંગાળના લોકો દરેક શેરી અને મહોલ્લામાં ’શંખ’ (શંખ) વગાડી રહ્યા છે… આ ચૂંટણી આપણે લડી રહ્યા નથી. આ વખતે, બંગાળમાં ચૂંટણી લોકો પોતે લડી રહ્યા છે.
