મનપાની હરિયા કોલેજમાં, સિક્કા નગરપાલિકાની DCC સ્કૂલમાં થશે
જિ.તા.પંચાયતની ઓશવાળ એકેડેમી, કાલાવડ મ્યુનિ.સ્કૂલ, જામજોધપુર ઈ.વી.ડી.એસ. કોલેજ, ધ્રોલ-જોડિયાની હરધ્રોળ સ્કૂલ અને લાલપુરમાં સરકારી કોલેજમાં મતગણતરી થશે
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાએ જામનગર મહાનગર પાલિકા વિસ્તારના મતગણતરી સ્થળ હરિયા કોલેજ ખાતે મુલાકાત લઇ સ્ટ્રોંગરૂૂમ અને કાઉન્ટીંગ હોલ સહીતની અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તથા લગત અધિકારીશ્રીઓ અને જે તે વોર્ડના ચૂંટણી અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ આપી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
કલેક્ટરએ સ્ટ્રોંગ રૂૂમની મુલાકાત લઇ જરૂૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા જણાવ્યું હતું. તેમજ સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ વોર્ડ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા મતગણતરી હોલની મુલાકાત કરી તેઓએ ટેબલોની ગોઠવણી, ગણતરી એજન્ટો માટેની બેઠક વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ ઉપરાંત મીડિયા સેન્ટર, ઓબ્ઝર્વર રૂૂમમાં પણ જરૂૂરી વ્યવસ્થાઓ ગોઠવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મતગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તે પ્રમાણે જરૂૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ચૂંટણી અધિકારીએ મત ગણતરી સ્થળ પર જરૂૂરી વ્યવસ્થાઓ જેમ કે પીવાનું પાણી, વીજળી મેડિકલ ટીમ, પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા સહીતની જરૂૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચનો કર્યા હતા. જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.1 થી 16ની મત ગણતરી હરિયા કોલેજ ખાતે, સિક્કા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ડીસીસી ટેકનીકલ હાઈસ્કુલ, જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં મતગણતરી સ્થળ જેમાં જામનગર ગ્રામ્યમાં ઓશવાળ ઈંગ્લીશ એકેડમી ખાતે, કાલાવડ તાલુકામાં મ્યુનીસીપલ હાઈસ્કુલ ખાતે, જામજોધપુર તાલુકામાં ઇવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, ધ્રોલ અને જોડિયામાં મતગણતરી હરધ્રોળ હાઈસ્કુલ ખાતે, લાલપુર તાલુકામાં સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવશે.
