મોરબીમાં ખેડૂત પરિવાર સાથે RTOના મેમાના નામે રૂા.3 લાખની છેતરપિંડી

  ટેકનોલોજીના જમાનામાં સાયબર ગઠિયાઓ હવે ભોળા લોકોને લૂંટવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. મોરબીના એક ખેડૂત પરિવાર સાથે RTO મેમોના નામે લાખોની છેતરપિંડી…

 

ટેકનોલોજીના જમાનામાં સાયબર ગઠિયાઓ હવે ભોળા લોકોને લૂંટવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. મોરબીના એક ખેડૂત પરિવાર સાથે RTO મેમોના નામે લાખોની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર એક અઙઊં ફાઈલના કારણે ખેડૂત અને તેમની પત્નીના બેંક ખાતામાંથી કુલ રૂૂપિયા 3,00,000 ઉપડી ગયા હોય જેથી ભોગ બનનાર ખેડૂતે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અંગેની ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ પર આવેલ સત્યમ હોલની બાજુમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (ઉ.વ.50) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદિના મોબાઈલમાં આર.ટી.ઓ. ચલણની એપીકે ફાઈલ મોકલી ફરીયાદીનો મોબાઇલ હેક કરી ફરીયાદીના એયુ બેંકના એકાઉન્ટમાંથી 2,95,000 તથા ફરીયાદીના પત્નીના એયુ બેકના એકાઉન્ટમાંથી રૂૂ.5000/- ફરિયાદીની જાણ બહાર એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં કુલ રૂૂ.3,00,000 ટ્રાન્સફર કરી કરાવી મેળવી લઈ ફરીયાદિ સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુત્રનો પિતા પર હુમલો
મોરબીના ઘુટું ગામે પિતા પોતાના પુત્રને કામ બાબતે ઠપકો આપતા હોય તે દરમિયાન પાડોશમાં રહેતા બે શખ્સોએ ‘અમને ગાળો કેમ આપો છો?’ તેમ કહી યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘુટું ગામના આંબેડકરનગરમાં રહેતા મુકેશભાઈ દેવજીભાઈ વોરા (ઉ.વ. 34) પોતાના ઘર પાસે હાજર હતા, ત્યારે તેમના પિતા તેમને કામ બાબતે ઠપકો આપતા હતા. આ સમયે પાડોશમાં રહેતા સચીન દિનેશભાઈ બારોટ અને કિશન કમલેશભાઈ બારોટ ત્યાં આવી ચડ્યા હતા અને પિતા-પુત્રની વાતમાં દખલગીરી કરી ગાળાગાળી કરી હતી. ઉશ્કેરાયેલા આરોપી સચીન બારોટે લાકડાના ધોકા વડે મુકેશભાઈને ખભા અને કાનના ભાગે મુંઢ માર માર્યો હતો, જ્યારે કિશન બારોટે લોખંડના પાઈપ વડે માથામાં ફટકો મારતા મુકેશભાઈને હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *