અભિષેકની આંધીમાં ઉડયુ દિલ્હી, 47 રને વિજય

ઇશાન મલિંગાએ 32 રન આપી ચાર વિકેટ ઝડપી, પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદ ત્રીજા સ્થાને IPL 2026ની 31મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં…

ઇશાન મલિંગાએ 32 રન આપી ચાર વિકેટ ઝડપી, પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદ ત્રીજા સ્થાને

IPL 2026ની 31મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં અભિષેક શર્માએ સદી ફટકારીને તરખાટ મચાવી દીધો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ગઇકાલે રમાયેલી આ મેચમાં SRH એ દિલ્હીને 47 રનથી કચડીને એકતરફી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 242 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો, જેના જવાબમાં દિલ્હીની ટીમ માત્ર 195 રન જ બનાવી શકી હતી.

68 બોલમાં અણનમ 135 રન બનાવનાર અભિષેક શર્મા આ ભવ્ય જીતનો હીરો રહ્યો હતો. આ શાનદાર જીત સાથે જ IPL ના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ટોસ જીતીને દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ હૈદરાબાદના બેટ્સમેનોએ આ નિર્ણય સાવ ખોટો સાબિત કરી દીધો. ઓપનિંગમાં આવેલા અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ટીમને ધમાકેદાર શરૂૂઆત અપાવી, જેના કારણે પાવરપ્લેમાં જ ટીમે 67 રન બનાવી લીધા હતા. માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી (અડધી સદી) પૂરી કરનાર અભિષેકે છેલ્લે સુધી અડગ રહીને 68 બોલમાં અણનમ 135 રન ફટકાર્યા હતા. પોતાની આ વિસ્ફોટક ઇનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા લગાવ્યા હતા.

બીજી તરફ ટ્રેવિસ હેડે 37 રન બનાવ્યા, જ્યારે અભિષેકે કેપ્ટન ઈશાન કિશન (25 રન) સાથે મળીને 35 બોલમાં 79 રનની શાનદાર ભાગીદારી કરી હતી. અંતમાં હેનરિક ક્લાસેને પણ માત્ર 13 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 37 રન ઝૂડી કાઢીને સ્કોર 242 સુધી પહોંચાડ્યો હતો. અભિષેકે ખાસ કરીને દિલ્હીના સ્પિનરોને નિશાન બનાવ્યા હતા અને નીતિશ રાણા તેમજ કુલદીપ યાદવની ઓવરોમાં જોરદાર છગ્ગા ફટકાર્યા હતા.

243 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર પથુમ નિસન્કા માત્ર 8 રન બનાવીને જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ (23 બોલમાં 37 રન) અને નીતિશ રાણા (30 બોલમાં 57 રન) એ સારી ભાગીદારી નોંધાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતો નહોતો. હૈદરાબાદની બોલિંગ પણ શાનદાર રહી હતી; એહસાન મલિંગાએ સૌથી વધુ 4 વિકેટ અને હર્ષ દુબેએ 3 વિકેટ ઝડપીને દિલ્હીની કમર તોડી નાખી હતી. જ્યારે શાકિબ હુસૈન અને મધુશંકાને 1 1 વિકેટ મળી હતી.

હૈદરાબાદની આ શાનદાર જીત અને દિલ્હીની હારને કારણે IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થઈ ગયો છે. 7 મેચમાંથી 4 જીત સાથે હવે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. હૈદરાબાદની એન્ટ્રીથી રાજસ્થાન રોયલ્સ હવે ચોથા સ્થાને સરકી ગયું છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં પંજાબ પહેલા સ્થાને અને છઈઇ બીજા સ્થાને બિરાજમાન છે.

10 છગ્ગા અને 10 ચોગ્ગાથી સદી ફટકારી તોડ્યા 5 મોટા રેકોર્ડ
વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે ભયાનક બેટિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. તેણે માત્ર 68 બોલમાં અણનમ 135 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 10 ગગનચુંબી છગ્ગા અને 10 શાનદાર ચોગ્ગા સામેલ હતા. આશ્ચર્યની વાત એ છે કે તેણે પોતાની સદીના 100 રન તો દોડ્યા વગર માત્ર બાઉન્ડ્રી મારીને જ પૂરા કરી લીધા હતા. આ ઐતિહાસિક સદી સાથે જ તેણે વિરાટ કોહલી અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજોના 5 મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. અભિષેકે પોતાની આ વિસ્ફોટક ઇનિંગમાં 10 મોટા છગ્ગા ફટકારીને 60 રન અને 10 ચોગ્ગા ફટકારીને 40 રન બનાવ્યા હતા. આમ, 60 અને 40 મળીને તેના કુલ 100 રન તો માત્ર બાઉન્ડ્રી પરથી જ આવી ગયા હતા. આ સાથે આઇપીએલમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં એક ઇનિંગમાં 130 થી વધુ રન બનાવવાની બાબતમાં અભિષેકે ક્રિસ ગેલને પણ પાછળ પાડી દીધો છે. કોઈ એક ટી20 ઇનિંગમાં 10 કે તેથી વધુ છગ્ગા મારવામાં ક્રિસ ગેલ સૌથી આગળ છે, પરંતુ અભિષેક હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. ઈંઙક માં સૌથી વધુ વખત 10 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે આ સિદ્ધિ 4 વખત મેળવી છે. જ્યારે અભિષેક શર્માએ પોતાની કરિયરમાં બીજી વખત આ સિદ્ધિ હાંસલ કરીને લિસ્ટમાં બીજું સ્થાન મેળવી લીધું છે. અભિષેક શર્માની આ ટી20 કરિયરની 9મી સદી હતી. વિરાટ કોહલીના નામે પણ ઝ20 માં 9 સદી છે, પરંતુ બંને વચ્ચે મોટો તફાવત છે. અભિષેકે માત્ર 184 ઇનિંગ્સ રમીને જ 9 સદી ફટકારી દીધી છે, જ્યારે કોહલીએ 9 સદી ફટકારવા માટે 403 ઇનિંગ્સ લીધી હતી. આ બંને વચ્ચે 219 ઇનિંગ્સનો મોટો તફાવત દર્શાવે છે કે અભિષેક કેટલા પ્રચંડ ફોર્મમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *