શેરબજારમાં 750 પોઇન્ટની તેજી સાથે સેન્સેક્સ 79250 અંકને પાર

સીઝફાયર 15 દિવસ લંબાશે તેવી આશા વચ્ચે શેર બજારમાં ખરીદી, બેંક નિફ્ટી પણ 57400 ને પાર ગઈકાલે શેરબજારમાં ખરીદી જોવા મળ્યા બાદ આજે પણ માર્કેટમાં…

સીઝફાયર 15 દિવસ લંબાશે તેવી આશા વચ્ચે શેર બજારમાં ખરીદી, બેંક નિફ્ટી પણ 57400 ને પાર

ગઈકાલે શેરબજારમાં ખરીદી જોવા મળ્યા બાદ આજે પણ માર્કેટમાં ચમક જોવા મળી હતી. શરૂૂઆતના તબક્કામાં માર્કેટ 750 પોઈન્ટ ઉપર જોવા મળ્યું હતું. સેન્સેક્સની સાથે અને બેંક નિફ્ટી માં પણ ખરીદી જોવા મળતા રોકાણકારો માટે ફરી નફો લેવાની તક ઉપલબ્ધ બની હતી.

આજે રિયલ્ટી મીડિયા અને સરકારી બેન્કોમાં ખરીદીના પગલે સેન્સેક્સ 79250 ને પાર થયો હતો. જ્યારે નિફ્ટી પણ 195 પોઇન્ટ વધી જતા 24,575ને આંબી ગઈ હતી. બેન્ક નિફ્ટી અને મીડકેપ નિફ્ટીમાં પણ ખરીદી જોવા મળી હતી. બેંક નિફ્ટી 780 અંક અને મિડકેપ નિફ્ટી 290 પોઇન્ટ ઉપર જોવા મળી હતી.

બીજી બાજુ સોના ચાંદીમાં પણ આજે ખાસ ફેરફાર જોવા મળ્યા ન હતા. સોનામાં ₹ 250 નો ઘટાડો જોવા મળ્યો છે તો ચાંદીમાં 1700 રૂૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનાનો ભાવ ₹1,53,750 જોવા મળ્યો હતો જ્યારે રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ ₹1,57,100 જોવા મળ્યો હતો. બીજી બાજુ ચાંદીમાં પણ ફરી એક વખત નરમાઈ જોવા મળી છે. ગઈકાલે ચાંદીમાં 4000 નો ઘટાડો થયા બાદ આજે 1700 નો ઘટાડો થયો છે.વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,50,800 થયો હતો. જ્યારે રાજકોટની હાજર બજારમાં ચાંદીનો ભાવ ₹2,59350 જોવા મળ્યો હતો.

ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત વાતચીતનો રાઉન્ડ શરૂૂ થાય તેવી સંભાવનાઓ વચ્ચે ક્રૂડ તેલમાં ફરી આજે 100 ડોલરની અંદર જોવા મળ્યું હતું. હાલ ક્રૂડ 95 ડોલર આસપાસ જોવા મળી રહ્યું છે જ્યારે ભારતનો રૂૂપિયા ડોલરની સામે થોડો નબળો પડીને 93.55 ઉપર જોવા મળી રહ્યો છે.
જો આવતીકાલે પાકિસ્તાનમાં યોજાનારી સંભવીત વાટાઘાટો સફળ થશે અને સિઝફાયર વધુ 15 દિવસ લંબાશે તો શેર બજાર ફરી એક વખત બંબાટ દોડ લગાવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *