સૂર્યની અસહ્ય ગરમીથી આવશે અંત, સુપર કમ્પ્યુટર થકી ભવિષ્યવાણી
દુનિયા ક્યારે ખતમ થશે? આ સવાલ ઘણા લોકોના મનમાં વારંવાર આવતો હોય છે. વિવિધ ભવિષ્યવાણીઓમાં પૃથ્વીના અંતની વાત કરવામાં આવી છે. બલ્ગેરિયાના ભવિષ્યવાણી કરતાં બાબા વેંગા અને ફ્રાન્સના જાણીતા ભવિષ્ય વિશે જણાવતાં નાસ્ત્રેદમસે પણ પોતાની આગાહીઓમાં દુનિયાના અંતનો ઉલ્લેખ કર્યો છે. જોકે હવે વૈજ્ઞાનિક સંશોધનમાં ખુલાસો થયો છે કે પૃથ્વીનો અંત ક્યારે આવી શકે છે.
વૈજ્ઞાનિકોએ આ અંદાજ સુપરકમ્પ્યુટરની મદદથી લગાવ્યો છે. ઘણી રીતે એક વસ્તુ હંમેશાં સામે આવી છે કે દુનિયાનો અંત ચોક્કસ છે, પરંતુ ક્યારે એ વિશે ઘણાં લોકોનું અલગ-અલગ કહેવું અને માનવું છે. જોકે હવે આ વિશે વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું છે અને એ પણ સુપરકમ્પ્યુટરની મદદથી એ વિશે અનુમાન લગાવવામાં આવ્યું છે.
આ સંશોધન મુજબ પૃથ્વીનો અંત કોઈ યુદ્ધ કે એસ્ટેરોઇડના અથડામણથી નહીં થાય, પરંતુ સૂર્યના પ્રભાવથી થશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે સમય જતાં સૂર્યનું તાપમાન વધશે અને તેના કારણે પૃથ્વીનું સંતુલન બગડશે. જોકે હાલ કોઈ તાત્કાલિક જોખમ નથી. અંદાજ મુજબ આ ઘટના કરોડો વર્ષ પછી બનશે, પરંતુ વૈજ્ઞાનિકો અત્યારથી જ એના પર અભ્યાસ કરી રહ્યા છે. આ વિશે તેમનાથી જેટલી વધુ માહિતી મેળવી શકાય એટલી મેળવી રહ્યાં છે.
આ અભ્યાસ વૈજ્ઞાનિક કાઝુમિ ઓજાકી અને ક્રિસ્ટોફર રેનહાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. તેમના સંશોધન મુજબ પૃથ્વી પર જીવન સદાકાળ માટે નથી. જીવન માટે સૌથી જરૂૂરી તત્વ ઓક્સિજન ભવિષ્યમાં ધીમે ધીમે ઘટતું જશે. અગાઉ માનવામાં આવતું હતું કે પૃથ્વી પર જીવન લગભગ 200 કરોડ વર્ષ સુધી ટકી શકે, પરંતુ નવા સંશોધન અનુસાર આ સમયગાળો ઘટીને લગભગ 100 કરોડ વર્ષ રહ્યો છે. એટલે કે, પૃથ્વીની જીવનરેખા ગણાતું ઓક્સિજન હંમેશા માટે રહેશે નહીં. પાણીની અછત વર્તાશે અને એના કારણે દુકાળ પડશે અને ઘણાં અનુમાન વર્ષો લગાવવામાં આવી રહ્યાં છે. જોકે હવે ઓક્સિજન છે જેની અછતને કારણે પૃથ્વીનો નાશ થશે.
અમેરિકન અંતરિક્ષ એજન્સી ગઅજઅના સુપરકમ્પ્યુટર મોડલ મુજબ, ભવિષ્યમાં સૂર્યની ગરમી અને પ્રકાશ એટલા વધી જશે કે પૃથ્વીના વાતાવરણમાં મોટાપાયે ફેરફાર થવા લાગશે. તાપમાન વધતાં સમુદ્રનું પાણી બાષ્પીભવન થઈ જશે અને ઓક્સિજન ઉત્પન્ન કરતા સૂક્ષ્મ જીવ નષ્ટ થવા લાગશે. તેના કારણે હવામાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટશે. વૈજ્ઞાનિકો માને છે કે એક સમય એવો આવશે જ્યારે શ્વાસ લેવો મુશ્કેલ બનશે અને મોટા ભાગનું જીવન નષ્ટ થઈ જશે.
ઓક્સિજનનું સ્તર 1%થી પણ નીચે જશે
આ સંશોધન મુજબ આશરે 100 કરોડ વર્ષ બાદ પૃથ્વી પર ઓક્સિજનનું સ્તર 1%થી પણ ઓછું થઈ જશે. આ સ્થિતિ પૃથ્વી પર થયેલા ગ્રેટ ઑક્સિડેશન ઇવેન્ટ પહેલાં જેવી બની જશે, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હતું. તે સમયે જેમ માત્ર કેટલાક બેક્ટેરિયા જ જીવિત રહી શકતા હતા, તેવી જ સ્થિતિ ભવિષ્યમાં ફરી સર્જાઈ શકે છે. મનુષ્ય, પ્રાણી અને વૃક્ષો માટે આ પરિસ્થિતિમાં જીવવું શક્ય નહીં રહે. વૈજ્ઞાનિકો આને પૃથ્વીના જીવનચક્રનો કુદરતી અંત ગણાવી રહ્યા છે.
