હળવદ-માળિયા હાઈવે પરથી 21 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયો

હળવદ માળિયા હાઈવે પરથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ટ્રકમાંથી 21 લાખની કિમતનો નાની મોટી દારૂૂની 6672 બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે દારૂૂનો…

હળવદ માળિયા હાઈવે પરથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ટ્રકમાંથી 21 લાખની કિમતનો નાની મોટી દારૂૂની 6672 બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે દારૂૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ સહીત 40 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે અન્ય ત્રણ ઇસમોના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી છે.

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ માળિયા હાઈવે રોડ પર નવકાર કારખાનાની કટ સામેથી ટ્રક આરજે 36 જીએ 9858 ને આંતરી તલાશી લીધી હતી જે ટ્રકમાંથી દારૂૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની 6672 બોટલ કીમત રૂૂ 21,07,200 નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રોકડ રૂૂ 4000, ટ્રક કીમત રૂૂ 19 લાખ અને મોબાઈલ કીમત રૂૂ 5000 તેમજ કવરીંગ માટે ઉપયોગમાં લીધેલ ભૂસાની થેલીઓ નંગ 400 સહીત કુલ રૂૂ 40,16,200નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવર દરિયાવસિંહ લખાસિંહ રાવત રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે માલ મોકલનાર રાહુલ રહે જયપુર તેમજ ટ્રકનો માલિક અને માલ મંગાવનાર વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *