તારીખ 1 એપ્રિલ 2026 ના રોજ રાજ્યભરમાં ચૂંટણીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ પડી જાય છે. અને આ અંગેની સૂચનાઓ પણ જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં અને મૌખિક આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) તેમ છતાં હજુ આજે 17 દિવસ પછી પણ એસ.ટીની બસમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનું જણાયું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) ની જુનાગઢ ડિવિઝનની કેશોદ ડેપોની કેશોદ ગોધરા દાહોદ રાત્રે 9: 30ના સમય દરમિયાન રાજકોટના પ્લેટફોર્મ ફોર્મ પર બસ નંબર 18-Z T 3040 નંબરની બસમાં ડ્રાઇવરની ઉપરના ભાગમાં મુસાફરો પ્રવેશ કરતા ની સાથે ગેટની સામે ઈખ, ઙખની તસ્વીરો દેખાય તે પ્રકારે ચીપકાવેલી છે અને ઉભા રહેલા મુસાફરો માટે પકડવાના જે હેન્ડલ હોય છે તેમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી સરકારી જાહેરાત માં PM અને CMની આખી બસમાં મુસાફરોને દેખાય તે પ્રકારે તસ્વીર નજરે પડતી હતી તેમજ બસની અંદર પ્રધાનમંત્રી ના ફોટા સાથેની પત્રિકા ચીપકાવવામાં આવેલી હતી જે તમામ તસવીરો આ આ સાથે બિડાણમાં પણ ફોટોગ્રાફ મોકલાવી રહ્યો છું.
તદ ઉપરાંત જુનાગઢ ડિવિઝનની ઉપલેટા ડેપો ની બસ નંબર GJ-18-Z T 1802 અને ઉપલેટા ડેપોની જ બસ નંબરJ-18-Z 1963 માં પણ ડ્રાઇવરની પાછળના ભાગમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ની તસ્વીર સાથેની સરકારી જાહેરાત ચીપકાવવામાં આવી છે. જે ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થાય છે. આજે 17 દિવસ પછી પણ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની તસવીરો હટાવવામાં નથી આવી કે નથી, પડદો પાડી દેવામાં આવેલ નથી, ત્યારે ઉપલેટા અને કેશોદ ડેપોના એસ.ટીના જવાબદાર અધિકારી સામે કારણદર્શક નોટીસ પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા મારી માંગ છે. આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ ઉપરોક્ત સરનામે અથવા મેલ આઈડી પર કરવા મારી અપીલ છે.
