વોર્ડ નં.15માં વશરામ સાગઠિયા અને નિલેશ હેરભા વચ્ચે તડાફડી

રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે ચૂંટણી પ્રચારનો ગરમાવો હવે ઉમેદવારોના મગજ ઉપર ચડવા લાગ્યો છે અને ઉમેદવારો મગજ ઉપરનો કાબુ ગુમાવી રહ્યાં હોય તેમ આજે…

રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે ચૂંટણી પ્રચારનો ગરમાવો હવે ઉમેદવારોના મગજ ઉપર ચડવા લાગ્યો છે અને ઉમેદવારો મગજ ઉપરનો કાબુ ગુમાવી રહ્યાં હોય તેમ આજે વોર્ડ નં.15માં ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો વચ્ચે જાહેરમાં તણખા ઝર્યા હતાં અને એકબીજાને પડકાર ફેંકયા હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર, વોર્ડ નં. 15ના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભા વચ્ચે પ્રચાર દરમિયાન અચાનક જ શાબ્દિક ટપાટપી થઈ હતી. વાતચીત દરમિયાન બંને નેતાઓ વચ્ચે જાણે ’તણખા ઝર્યા’ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને વાતાવરણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બંને નેતાઓએ જાહેરમાં એકબીજાને મોઢામોઢ આ પ્રકારના ગર્ભિત અને પડકારજનક શબ્દો કહ્યા હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય માહોલમાં ભારે ’ગરમાવો’ જોવા મળી રહ્યો છે. ધગધગતા તાપમાં પણ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવીને પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 15માં ચૂંટણી પ્રચાર વખતે એક હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સીધા જ એકબીજાની આમને-સામને આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *