પ્રધાનમંત્રી મોદી આજે રાતે 8.30 વાગ્યે જનતાને કરશે સંબોધિત

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. PMઆ સંબોધનમાં કયા વિષય પર વાત કરવાના છે તે અંગે હજુ સુધી કોઈ…

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. PMઆ સંબોધનમાં કયા વિષય પર વાત કરવાના છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે સંભાવના છે કે PM મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ સંસદમાં પસાર ન થઈ શકવા અંગે વાત કરી શકે છે.

પીએમ મોદીએ વિપક્ષના આ વલણને ભૂલ ગણાવી અને ચેતવણી આપી કે ભવિષ્યમાં તેમને તેની રાજકીય કિંમત ચૂકવવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષ મહિલાઓ પ્રત્યે નકારાત્મક માનસિકતા ધરાવે છે આ સંદેશ દેશભરના દરેક ગામમાં પહોંચાડવો જોઈએ.

આ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગઈકાલે લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પસાર ન થતા આજે રાજકીય માહોલ ગરમાયેલો છે. વડાપ્રધાને કેબિનેટ બેઠકમાં આ બાબતે વિપક્ષ પર નિશાન સાધ્યું હોવાના અહેવાલો પણ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *