જામનગરમાં ચૂંટણી ટાણે જ માડમ કાકા-ભત્રીજીની સામસામી ચેલેન્જ

પૂનમબેન માડમે ફેંકેલો પડકાર કાકા વિક્રમ માડમે ઉપાડી લીધો જામનગર બેઠક પર વર્તમાન સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું…

પૂનમબેન માડમે ફેંકેલો પડકાર કાકા વિક્રમ માડમે ઉપાડી લીધો

જામનગર બેઠક પર વર્તમાન સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. આ કાકા અને ભત્રીજી વચ્ચેના જંગે જામનગરના રાજકારણને નવી ઊંચાઈ પર લાવી દીધું છે.

ભાજપના સાસંદ પૂનમબેન માડમે વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (અઅઙ) ને એક મોટી ચેલેન્જ આપી છે. તેમણે જાહેરમાં કહ્યું કે, જો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના કાર્યકરો તેમના દિગ્ગજ નેતા સાથે ફોટો પડાવી આપે તો હું જાહેર જીવન છોડી દઈશ. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, મોદીજી દરેક કાર્યકરને મળનારા અને સાંભળનારા નેતા છે. જ્યારે પણ કોઈ વિસ્તારના પ્રશ્નોની વાત આવે છે ત્યારે તેઓ સીધો સંવાદ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવે છે.

પૂનમબેન માડમની આ ચેલેન્જને તેમના કાકા અને અનુભવી કોંગ્રેસ નેતા વિક્રમ માડમે તત્કાલ સ્વીકારી લીધી છે. વિક્રમ માડમે વળતો જવાબ આપતા કહ્યું કે, સાંસદની ચેલેન્જ વિક્રમ માડમ સ્વીકારે છે, નામ તમે નક્કી કરો, તમે જે ચેલેન્જ આપી તે 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર ચેલેન્જ સ્વિકારુ છું, તમે નામ ચોઈસ કરો, કોંગ્રેસને કાર્યકરને રાહુલ ગાંધી સાથે ઉભો રાખીને તેનો ફોટો પડાવીને તમે કહો તે જાહેર મંચ પર હું ડિક્લેર કરીશ, જો એ જાહેર મંચ પર એ કાર્યકરનો ફોટો નઈ મળે તો હું જાહેર જીવન છોડી દઈશ. 12 વર્ષની અંદર પહેલીવાર એક મર્યાદા હતી તે મર્યાદા તૂટી રહી છે. હું મારી વાતે ઉભો રહીશ, જનતા મને ઓળખે છે.

પૂનમબેન માડમનું આ આક્રમક વલણ દર્શાવે છે કે તેઓ જામનગર બેઠક પર ભાજપના પક્ષમાં મજબૂત માહોલ હોવાનો દાવો કરી રહ્યા છે. સામે પક્ષે વિક્રમ માડમ પણ મેદાન છોડવા તૈયાર નથી. આગામી દિવસોમાં આ ચેલેન્જને લઈને જામનગરનું રાજકારણ વધુ રસપ્રદ બનશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *