દર્શન પાર્કમાં પત્ની પરપુરુષ સાથે ભાગી જતાં પતિનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

શહેરમાં સાધુવાસવાણી રોડ પર દર્શન પાર્કમાં રહેતાં યુવકની પત્ની પર પુરૂષ સાથે ભાગી ગયા બાદ પરત નહીં આવતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…

શહેરમાં સાધુવાસવાણી રોડ પર દર્શન પાર્કમાં રહેતાં યુવકની પત્ની પર પુરૂષ સાથે ભાગી ગયા બાદ પરત નહીં આવતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાધુવાસવાણી રોડ પર આવેલા દર્શન પાર્કમાં રહેતાં ભાવેશ કિશોરભાઈ વાઘેલા નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ભાવેશના પીપળીયા ગામે રહેતા ફૈઈની દીકરી કોમલ સાથે સાત વર્ષ પહેલા લગ્ન થયા હતાં અને છેલ્લા પંદર દિવસથી પત્ની કોમલબેન ગોંડલમાં રહેતાં યુવક સાથે ભાગી ગઈ હતી.

પત્ની પ્રેમી સાથે ઝડપાઈ ગયા બાદ ઘરે પરત નહીં આવતાં ભાવેશ વાઘેલાએ ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતાં રાહીલ હનીફભાઈ ગણીયા (ઉ.24) ભીલવાસમાં હતો ત્યારે મગજ ભમતા ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *