મોરબી મહાનગરપાલિકામાં 23ના ફોર્મ રદ, 181 ઉમેદવારોના ફોર્મ માન્ય

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો તથા મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કુલ મળીને 321 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની આજે ચકાસણી કરવામાં આવી હતી…

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો તથા મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કુલ મળીને 321 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની આજે ચકાસણી કરવામાં આવી હતી અને ચકાસણી દરમિયાન પક્ષનું મેન્ડેડ ન આપ્યું હોય, ટેકેદારની સહી ન હોય કે અધૂરું ફોર્મ હોય વિગેરે બાબતોને ધ્યાને લઈને એક બે નહીં પરંતુ કુલ 49 જેટલા ફોર્મ ને રદ કરવામાં આવ્યા છે જેથી હવે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષ અને અપક્ષ મળીને જિલ્લા પંચાયત અને મહાપાલિકામાં 272 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે 52 બેઠકો માટે કુલ મળીને 204 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જે ફોર્મની આજે ચકાસણી કરવામાં આવી હતી અને ચકાસણી દરમિયાન ડુપ્લીકેટ ફોર્મ હોય, કોઈ ફોર્મ ની અંદર ટેકેદારની સહી ન હોય વગેરે જેવી બાબતો ધ્યાનમાં આવી હતી જેથી કરીને અલગ અલગ વોર્ડમાંથી કુલ મળીને 23 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે.

જેથી હવે મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે 181 જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને જો રદ થયેલ ફોર્મના વોર્ડ વાઈઝ આંકડા ઉપર નજર કરીએ તો વોર્ડ નંબર 1 માં 1, 2 માં 3, 3 માં 4, 4 માં 2, 5 માં 1, 6 મા 1, 7 માં 0, 8 માં 2, 9 માં 1, 10 મા 3, 11 માં 0, 12 માં 2 અને 13 માં 2 આમ કુલ મળીને 23 ફોર્મ રદ કરવામાં આવ્યા છે જો જિલ્લા પંચાયતની વાત કરીએ તો 24 બેઠકો માટે કુલ મળીને 117 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો તથા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને જે ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા તેમાંથી પક્ષનું મેન્ડેડ ન આવવાથી, અન્ય કારણોસર અને ડુપ્લીકેટ ફોર્મ હોય તેવા કુલ મળીને 26 ફોર્મ રદ કરવામાં આવ્યા છે જેથી હવે જિલ્લા પંચાયત માટે કુલ 91 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે જોકે હજુ આગામી તા. 15 ના રોજ ઉમેદવારી પત્ર પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારબાદ બુધવારે સાંજે મોરબી જિલ્લા પંચાયત અને મોરબી મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *