આવતીકાલે ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીચિત્ર થશે સ્પષ્ટ
મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના નગારા વાગી ચુક્યા છે ઉમેદવારી પત્રો ભર્યા બાદ ફોર્મ ચકાસણી કામગીરી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને ત્રણ નગરપાલિકા માટે ભરાયેલા ફોર્મ પૈકી 172 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર હવે 91 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આવતીકાલ તા.15ના રોજ ફોર્મ પાછી ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થનાર છે.
મોરબીની વિવિધ કચેરીઓ ખાતે આજે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી કામગીરી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા પંચાયતમાં 36, મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં 111 તેમજ મોરબી મહાનગરપાલિકામાં 23 અને માળિયા નગરપાલિકામાં 02 સહીત કુલ 172 ફોર્મ રદ થયા છે.
મોરબી જીલ્લા પંચાયતની ઘૂટું બેઠક પરથી બસપા ઉમેદવારનું ફોર્મ રદ થયું છે બસપા ઉમેદવાર જશુબેન મનસુખભાઈ ચૌહાણે ફોર્મ ભર્યું હતું બેઠક ઓબીસી અનામત હતી અને પક્ષે અલગ મેન્ડેડ આપ્યું હતું તેમજ શૈક્ષણિક લાયકાત પણ સિદ્ધ કરી શક્યા ના હતા જેથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત મોરબી મહાનગરપાલિકા ચુંટણીમાં વોર્ડ નં 04 માં અપક્ષ ઉમેદવાર રવિ શામજીભાઈ વરાણીયા અને વોર્ડ 05 માં અપક્ષ ઉમેદવાર સંતોષ રવજીભાઈ વણોલના ફોર્મમાં ટેકેદારની સહી ના હોવાથી બંને ઉમેદવારી પત્રો રદ થયા હતા મોરબી જીલ્લામાં કુલ 172 પૈકી ત્રણ ક્ષતિગ્રસ્ત ફોર્મ રદ થયા છે તે સિવાયના બાકી ડમી ઉમેદવારો, પાર્ટીનું મેન્ડેડ ના મળ્યું હોય સહિતના ફોર્મ રદ થયા છે.
જિલ્લા પંચાયતનું બેઠકવાઇઝ ચિત્ર
આમરણ : ગાંભવા સરોજબેન નિમેષભાઈ (કોંગ્રેસ), હસીનાબેન કાસમભાઈ સુમરા (આપ), રીંકલ વિરલભાઇ અઘેરા (ભાજપ)
બગથળા : કાંતિલાલ મનજીભાઈ ડોરી (આપ), સતિષભાઈ ભાણજીભાઈ મેરજા (કોંગ્રેસ), યશવંતકુમાર મગનલાલ વડાવિયા (ભાજપ)
ચંદ્રપુર : ઈસ્માઈલભાઈ ફતેભાઈ શેરસીયા (કોંગ્રેસ), યુસુફ મીરાજી શેરસીયા (અપક્ષ), ઈસ્માઈલ મામદ પરાસરા (અપક્ષ), ઝાકીરહુસેન જલાલભાઈ શેરસીયા (ભાજપ), યાકુબ ગનીભાઈ કડીવાર (આપ), જગદીશભાઈ મેઘજીભાઈ મકવાણા (અપક્ષ)
ચરાડવા : રાજપરા સાગરભાઇ જાદવજીભાઈ (કોંગ્રેસ), હિતેશભાઈ દેવજીભાઈ પટેલ (આપ), વિવેકકુમાર પ્રાણજીવનભાઈ ભોરણીયા (અપક્ષ), માકાસણા માવજીભાઈ કચરાભાઈ (ભાજપ)
ઢુવા : પરસન દાનાભાઈ ઝરવરીયા (કોંગ્રેસ), જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડિયા (આપ), સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા (ભાજપ), આરતીબેન હરેશભાઈ ગમારા (અપક્ષ), ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા (અપક્ષ)
ઘનશ્યામપુર : જોસનાબેન ઘનશ્યામભાઈ બાબરીયા (કોંગ્રેસ), નીરૂૂબેન ભરતભાઈ રાજપુત (આપ), ભગવતીબેન ગીરીશભાઈ લકુમ (ભાજપ)
ઘૂંટુ : રાજુબેન નાનુભાઈ બાંભવા (આપ), હૈણ લીલાબેન ધારાભાઈ (કોંગ્રેસ), રંજનબેન ગૌતમભાઈ (ભાજપ)
જાંબુડીયા : જયાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ (ભાજપ), પિંકુબેન રાજેશભાઈ ચૌહાણ (કોંગ્રેસ), લીલાબેન મુકેશભાઈ પરમાર (આપ)
જેતપર : વીણાબેન નિલેશભાઈ અઘારા (આપ), ચાંદની નવીનભાઈ સોરીયા (કોંગ્રેસ), અશ્વિનભાઈ ચંદુભાઈ ડાંગર (ભાજપ)
ખાખરેચી : શંકરભાઈ બીજલભાઇ સાકરીયા (કોંગ્રેસ), સિંધાભાઈ નાનજીભાઈ ઉપાસરિયા (આપ), ચંદુલાલ જગજીવન સીચાતા (અપક્ષ), પ્રવીણભાઈ અરજણભાઈ અવાડિયા (અપક્ષ), સંદીપ ગોરધનભાઈ કુંવરિયા (ભાજપ)
ખાનપર : કુંભારવાડિયા મશરૂૂભાઈ કાળુભાઈ (કોંગ્રેસ), દેવરાજભાઈ સામતભાઈ રગીયા (અપક્ષ), વિપુલભાઈ કરસનભાઈ ગરચર (ભાજપ), રામાવત જીતેન્દ્રભાઈ દલપતરામ (અપક્ષ)
કોઠી : આશીબેન અહમદભાઈ માણસીયા (આપ) પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી (કોંગ્રેસ), સવિતાબેન લાલજીભાઈ રાઠોડ (ભાજપ)
લજાઈ: દીપકભાઈ દેવજીભાઈ પરમાર (કોંગ્રેસ), રમણીકભાઈ અરજણભાઈ મકવાણા (ભાજપ), રવિ દિનેશભાઈ ચાવડા (આપ)
લુણસર : પાંચાભાઇ વશરામભાઈ ધરજીયા (કોંગ્રેસ), ગેલાભાઈ શીવાભાઈ સાપરા (આપ), હંસાબેન મનીષભાઈ રોજાસરા (ભાજપ)
મહીકા : યશવંતબા કીર્તિરાજસિંહ વાળા (કોંગ્રેસ), જીજ્ઞાશાબેન રાજેશકુમાર મેર (ભાજપ), કિરણબેન રમેશભાઈ ઘોરીયા (આપ)
માથક : જીતુબેન જયંતીભાઈ બાવળીયા (આપ) વિઠલાપરા કાજલબેન ભરતભાઈ (ભાજપ), રેખાબેન મુકેશભાઈ પરાડિયા (કોંગ્રેસ)
મોટા દહીસરા : સતિષભાઈ શામજીભાઈ આદ્રોજા (કોંગ્રેસ), હિરલ ધીરુભાઈ બાલાસરા (આપ), મનીષકુમાર અનિલભાઈ કાંજિયા (ભાજપ)
નેકનામ : ગીતાબેન રમેશભાઈ દુબરીયા (કોંગ્રેસ), હીનાબેન હસમુખભાઈ ચાડમિયા (આપ), ગીતાબેન શક્તિવનભાઈ ભોળણીયા (ભાજપ)
ઓટાળા : આવૃત્તિબેન નરેન્દ્રભાઈ બારૈયા (કોંગ્રેસ), જાગૃતીબેન દિનેશભાઈ વાઘરીયા (ભાજપ), નિશાબેન કુલદીપભાઈ ભાગિયા (આપ), કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ (અપક્ષ)
પંચાસીયા : હેમીબેન રતિલાલ અણીયારીયા (ભાજપ), કુલસુમબેન અકબરભાઈ બાદી (કોંગ્રેસ)
સાપકડા : હંસાબેન રમેશભાઈ કોળી (કોંગ્રેસ), જલ્પાબેન ઉપેન્દ્રભાઈ પરમાર (આપ), દક્ષાબેન ભરતભાઈ ગણેશિયા (ભાજપ)
સરવડ : રિધ્ધીબેન રાજભાઈ હોથી (કોંગ્રેસ), દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા (ભાજપ)
ટીકર : મેહુલ દિનેશભાઈ પટેલ (કોંગ્રેસ), વિજય ઈશ્વરભાઈ પટેલ (આપ), ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડિયા (ભાજપ)
તીથવા : મહેબૂબભાઈ આહમદભાઈ કડીવાર (કોંગ્રેસ), મુફીઝ ઈબ્રાહીમભાઇ માથાકિયા (ભાજપ), નજરમોહમદ સાજીદભાઈ બાદી (અપક્ષ), રણજીત સોમાભાઈ સોલંકી (આપ)
