જામનગર એલસીબીનો દરોડો પાંચ પતાપ્રેમીઓ ઝડપાયા

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક આવેલી મયુર પાર્ક સોસાયટીમાં ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલા…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક આવેલી મયુર પાર્ક સોસાયટીમાં ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લઇ રોકડ કમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

લોકલ બ્રાન્ચ ની ટીમને મળેલી બાતમી ના આધારે ઉપરોક્ત વિસ્તારમાં રહેતા ભરતસિંહ બાપુભા નામના રાજપૂત શખ્સ દ્વારા જુગારધામ ચલાવાતું હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન પાંચ શખ્સો જુગાર રમતાં મળી આવ્યા હતા.

આથી પોલીસે મકાન માલિક ભરતસિંહ ઉપરાંત સુરજભાઈ જમનાદાસભાઈ બખતીયાપુરી, પ્રવિણસિંહ અભેસિંહ રાઠોડ, રાજેશભાઈ જગજીવનભાઈ નંદા, શાંતીલાલ વિરજીભાઈ ગજરા વગેરેની અટકાયત કરી લઈ રોકડ રકમ મોબાઈલ ફોન અને બાઈક સહિત કુલ રૂપિયા 1.97,700 ની માલમતા કબજે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *