અકસ્માતમાં 2ના મોત અને 1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ
ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારી તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા ખાસ સુચના આપેલ હોય જે અંતર્ગત બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ તથા બરવાળા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિંતન પટેલની સુચનાથી રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ.પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે રાણપુર પોલીસ સ્ટાફના ઝાલાભાઈ વશરામભાઈ ગમારા, લગધીરસિંહ અજીતસિંહ ચુડાસમા,મહાવીરસિંહ રઘુવીરસિંહ ચુડાસમા એ ટેક્નીકલ સોર્સ અને ખાનગી બાતમી હકીકત આધારે રાણપુર પોલીસ સ્ટેશનનાં ગુ.ર.નં 11190006 260183/2026 ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-106(1), 281, 125(ખ) તથા એમ.વી.એક્ટ કલમ. 177, 184, 134 મુજબના કામનાં અજાણ્યા વાહન ચાલકે રાણપુર બોટાદ મીલેટ્રી રોડ ઉપર ખોખરનેશ ગામ પાસે ટેક્ટર ચાલકે મોટરસાયકલ ચાલક સાથે અકસ્માત કરી 2 વ્યક્તિઓને ઇજા પહોચાડી મોત નિપજાવી તથા 1 વ્યક્તિને ગંભીર ઇજા કરી નાશી ગયેલ, જે અનડીટેક્ટ ગુન્હાનાં આરોપી વિરમભાઈ હરીભાઇ ભુવા રહે.બરાનીયા તા.રાણપુરને રાણપુર પોલીસે ગણતરીનાં દિવસોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર પોલીસે થોડા સમય પહેલા જ એક ડબલ ફેટલ અકસ્માતની ઘટના ના આરોપીને ઝડપી પાડ્યો હતો.જ્યારે આ બીજી ડબલ ફેટલ ઘટનામાં આરોપીને ઝડપી લઇ બિરદાવા લાયક કામગીરી રાણપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે..
