ઉપલેટા ચાર દિવસ પહેલા સીમા મેડિકલ પાસે ભિક્ષુક મહિલા સવિતાબેન ઉંમર 45 ની ડેડ બોડી મળી આવેલ હતી જે પોલીસે કબ્જે કરી પીએમ માટે ઉપલેટા પોટાશ હોસ્પિટલ ખાતે ખસેડે ત્યારબાદ આ ડેડબોડીના વારસદાર ન આવતા આજે પોલીસ તથા સામાજિક સંસ્થા દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવેલ હતી. આવા એક બનાવમાં ઉપલેટા શહેરમાં 30 વર્ષ થયા અનેક પ્રકારની માનવતાવાદી સેવા કાર્ય કરતી સંસ્થા માનવસેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર ને એક અજાણી મહિલાની લાશ અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવી હતી.
ઉપલેટા પોલીસ સ્ટેશન ના પીઆઇ ધાંધલ દ્વારા એમના સગા વાલાઓને ઘણી શોધ તપાસ કરવા છતાં કોઈ વાલી વારશ ન મળતા અને આ લાશને વધુ સમય રાખી શકાય તેમ ન હોય અને અને કોઈ વારસદાર ન મળતા આખરે માનવસેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ ને જાણ કરવામાં આવતા માનવસેવા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા આ બિન વારસી મહિલાના શબના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં ઉપલેટા પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ આપવામાં આવ્યું હતું. આ લાશ માટે અંતેષ્ઠી નો સામાન હાજર પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવ્યો હતો. આ સેવા કાર્યમાં પીઆઈ ધાધલ સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું.
સાથે સાથે પોલીસ સ્ટાફ એ.એસ.આઇ ભોળાભાઈ કે ગોહિલ તથા પો.કોન્સ રવિરાજભાઈ પ્રવીણભાઈ વાઘેલા માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક પ્રમુખ લાલજીભાઈ રાઠોડ, ધીરજભાઈ વાઘેલા ,ચીમનભાઇ જેઠવા, રેનીશભાઈ ધમસાણીયા, માનવસેવા ટ્રસ્ટના મુખ્ય દાતા ડોક્ટર અર્જુન સાહેબ બાબરીયા સંજયભાઈ માકડીયા અને કૈલાશધામ મોક્ષ મંદિર ના વિનુભાઈ ડુંગળી વારા આ સેવા કાર્યમાં સેવા સહભાગી થયા હતા.
