ઇરાન-અમેરિકાના દબાણથી નેતન્યાહુ કૂણા પડ્યા : મડાગાંઠ ઉકેલાશે, ઇરાનીઓ પાસે હોર્મુઝમાં ગેેરકાયદે વસૂલી સિવાયનું કોઇ કાર્ડ નથી: ચાલુ વાટાઘાટોની ફલશ્રુતિ આજે પાક.થી જાહેર થવા સંભવ
સમગ્ર મધ્યપૂર્વ સહિત અમેરિકાને યુધ્ધમાંથી શાંતિ તરફ લાવવામાં અને હાલ ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાટાઘાડોમાં વિઘ્નરૂપ એવી ઇઝરાયેલ- લેબેનોનની મડાગાંઠ ઉકેલવામાં અદ્યાપિ બધા જ વિફળ ગયા પછી આજે ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુએ અચાનક જ લેબેનોન સાથે સમાધાન કરવા અને એ માટે વાતચીતના ટેબલ પર આવવાની પોતાની સંમતિની જાહેરાત કરતાં ઠર્યા પછીય વારંવાર સળગતા રહેતા મધ્યપુર્વમાં શાંતિ માટે આશાના નવા કિરણો ઉદયમાન થયા છે, જેનો ચાલુ શાંતિવાર્તા પર સકારાત્મક પ્રભાવ પડવાનો છે.
ઇરાને વારંવાર કહ્યું છે કે જયાં સુધી લેબેનોનને યુધ્ધવિરામમાં આવરી લેવામાં નહીં આવે ત્યાં સુધી ઇરાન આ શાંતિવાર્તાથી અલિપ્ત રહેશે. ઇરાન અને અમેરિકાની શાંતિ વાર્તા પણ ખોરંભે પડવાની ભીતિથી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ પર દબાણ કરતા અને પોતાની પ્રજાનું પણ શાંતિ માટેનું દબાણ હોઇ આખરે ઇઝરાયેલ વડાપ્રધાન નેતન્યાહુએ આજે સવારે જાહેરાત કરી કે તેઓ લેબેનોન- હિઝ બુલ્લાહ સાથે સમાધાન અને દ્વિપક્ષીય શાંતિ વાર્તા માટે તૈયાર છે અને ખુલ્લા મને અથડામણો અટકાવવાના સર્વસંમતી માર્ગને આવકારે છે. એમ માનવામાં આવે છે કે હાલ ચાલુ ઇસ્લામાબાદ શાંતિ વાટાઘાટોનો રાઉન્ડ પુરો થયા પછી તરત જ અથવા આ જ રાઉન્ડના અનુસંધાનમાં ઇઝરાયેલ- લેબેનોન વાટાઘાડો થશે અને તેનાથી સમગ્ર મધ્યપૂર્વ માટે લાંબાગાળાની શાંતિનો નવો અધ્યાય શરૂ થશે. ઇરાને આજે અમેરિકાએ વાતમાં રાખેલી પોતાની તમામ સંપત્તિ મુક્ત કરાવવા માટેની શરતનો પુનરોચ્ચાર કર્યો હતો.
પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો યોજાવાના થોડા કલાકો પહેલા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનીઓ “આજે જીવંત છે તેનું એકમાત્ર કારણ વાટાઘાટો છે.” તેમણે કહ્યું કે ઈરાનીઓને ખ્યાલ નથી કે તેમની પાસે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરીને વિશ્વની ’ટૂંકા ગાળાની ગેરવસૂલી’ સિવાય કોઈ કાર્ડ નથી, વ્યૂહાત્મક હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાની નિયંત્રણનો સંકેત આપતા અને ઈરાનીઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેઓ (ઈરાનીઓ) ’ફેક ન્યૂઝ મીડિયા’ અને ’પબ્લિક રિલેશન્સ’ ને હેન્ડલ કરવામાં લડાઈ કરતાં વધુ સારી રીતે સક્ષમ છે.
ટ્રમ્પ દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ટિપ્પણીઓ ઉપ-રાષ્ટ્રપતિ જેડી વાન્સના નેતૃત્વમાં યુએસ પ્રતિનિધિમંડળ વાટાઘાટો માટે ઇસ્લામાબાદ પહોંચ્યા પછી આવી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન ’આપણી સાથે રમવાનો’ પ્રયાસ કરશે, તો અમેરિકા સ્વીકારશે નહીં. ઈરાનના સંસદ સ્પીકરે કોઈપણ વાટાઘાટો શરૂૂ થાય તે પહેલાં લેબનોનમાં યુદ્ધવિરામની જરૂૂરિયાત પર ભાર મૂક્યો. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે લેબનોન સાથે વાતચીત માટે તૈયાર છે.
ઈરાન સાથેની સુનિશ્ચિત વાટાઘાટો પહેલા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ કોઈપણ સંજોગોમાં ખોલવામાં આવશે. ઈરાન સાથે કોઈ કરાર થાય કે ના થાય, આ મહત્વપૂર્ણ ગલ્ફ વોટરવે ખોલવામાં આવશે. ટ્રમ્પે આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે લશ્કરી કાર્યવાહીની ધમકી પણ આપી છે.
ઈસ્લામાબાદમાં પાકિસ્તાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યોજાનારી શાંતિ વાટાઘાટો પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ કોઈપણ કિંમતે ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે યુદ્ધવિરામ અંગે સર્વસંમતિ બને કે ન બને, હોર્મુઝ ખુલ્લું રહેવાનું નિશ્ચિત છે. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે તેમણે ઈરાન પર હુમલો કરીને પોતાના ઉદ્દેશ્યો હાંસલ કરી લીધા છે, અને તેમનું વર્તમાન લક્ષ્ય હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાનું છે. એ નોંધનીય છે કે હોર્મુઝ બંધ થવાથી વિશ્વભરના મોટાભાગના દેશો પર ગંભીર અસર પડી છે; વિશ્વના તેલ વેપારનો 20 ટકા ભાગ આ જ દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે.
ટ્રમ્પે ટિપ્પણી કરી, “અમે વિજય મેળવ્યો છે, અને હવે અમે આ ગલ્ફ જળમાર્ગ ખોલવા જઈ રહ્યા છીએ. આ પૂર્ણ કરવા માટે કોઈ સોદાની જરૂૂર નથી.” ઈરાન વિશે ખાસ બોલતા ટ્રમ્પે ઉમેર્યું, “તેમની નૌકાદળ ગઈ છે, તેમની વાયુસેના ગઈ છે, તેમના ટોચના નેતાઓ ગયા છે – હવે તેમના માટે શું બાકી છે?” ઇસ્લામાબાદ જવા રવાના થતા પહેલા, યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે, “જો ઈરાનીઓ સદ્ભાવનાથી વાટાઘાટોમાં જોડાવા માટે તૈયાર હોય, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. જો કે, જો તેઓ અમારી સાથે રમત રમવાનો ઇરાદો ધરાવે છે, તો તેમને અનુકૂળ પ્રતિભાવ મળશે નહીં.”
સળગતા મધ્યપૂર્વને ઠારવા આજે ઇસ્લામાબાદમાં શાંતિવાર્તાનો આરંભ
મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે આજે આખી દુનિયાની નજર પાકિસ્તાન પર ટકેલી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદ ખાતે આજથી મહત્વપૂર્ણ શાંતિ વાર્તા શરૂૂ થઈ રહી છે. આ બેઠક માટે બંને દેશોના ટોચના પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ગયા છે. તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામ પાછળ પાકિસ્તાનની મોટી ભૂમિકા હોવાનું ખુદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું. હવે આ કામચલાઉ શાંતિને કાયમી બનાવવા માટે ઈસ્લામાબાદમાં ટેબલ ટોક શરૂૂ થઈ છે. આ મંત્રણામાં ઈરાન તરફથી 6, અમેરિકા તરફથી 4 અને યજમાન પાકિસ્તાન તરફથી 4 પ્રતિનિધિઓ સામેલ થશે. ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે. આ સાથે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગલિબાફ પણ હાજર છે. રસપ્રદ વાત એ છે કે, ઈરાને પોતાના ડેલિગેશનનું નામ ’મીનાબ 168’ રાખ્યું છે. આ નામ મીનાબ શહેરમાં એક સ્કૂલ પર થયેલા હુમલામાં માર્યા ગયેલા 168 બાળકોની યાદમાં આપવામાં આવ્યું છે, જેના દ્વારા ઈરાન આંતરરાષ્ટ્રીય મંચ પર તે ઘટનાની ગંભીરતા દર્શાવવા માંગે છે.
