સગીર મોનાલિસા સાથે લગ્ન કરવા બદલ ફરમાન સામે પોકસો કેસ

લગ્ન રદ કરવા પારધી સમાજની માંગણી કુંભ મેળામાંથી પ્રખ્યાત થયેલી મોનાલિસા નામની યુવતી ફરી ચર્ચામાં છે. તેણે તાજેતરમાં એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા.…

લગ્ન રદ કરવા પારધી સમાજની માંગણી

કુંભ મેળામાંથી પ્રખ્યાત થયેલી મોનાલિસા નામની યુવતી ફરી ચર્ચામાં છે. તેણે તાજેતરમાં એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે હવે સામે આવ્યું છે કે મોનાલિસા સગીર વયની છે તેથી તેના પતિની સામે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે.

મધ્ય પ્રદેશના ખાનગોન પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ મોનાલિસાના પતિ ફરમાન સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની સામે એસસી એસટી એટ્રોસિટી વિરોધી કાયદો, બીએનએસની કલમો પણ લગાવવામાં આવી છે. હોસ્પિટલના રેકોર્ડ્સને ધ્યાનમાં રાખીને કરાયેલી તપાસમાં નેશનલ કમિશન ફોર એસટીએ દાવો કર્યો છે કે મોનાલિસાનો જન્મ 30 ડિસેમ્બર 2009માં થયો છે, 11 માર્ચે જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેની ઉંમર 16 વર્ષની જ હતી.

તપાસમાં એવો પણ દાવો કરાયો છે કે મોનાલિસાનું બનાવટી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ લગ્ન માટે કરાયો હતો. લગ્નની નોંધણી પંચાયત ઓફિસમાં પણ કરવામાં આવી છે. કમિશને કેરળ અને મધ્ય પ્રદેશના ડીજીપીને પણ 22 એપ્રીલના રોજ હેડક્વાર્ટરે હાજર થવા કહ્યું છે. મોનાલિસા પારધી સમાજ સાથે જોડાયેલી છે. જેને પગલે મધ્ય પ્રદેશના બૈતૂલની પારધી સમાજની મહિલાઓએ મોનાલિસાના લગ્નને રદ કરવાની માગણી કરી છે. સાથે જ રાજ્યપાલના નામે કલેક્ટરને આવેદનપત્ર પણ સોંપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *