રાજુલા શહેર ભાજપ દ્વારા ગુજરાતીઓ અંગે અપમાનજનક ટિપ્પણી મુદ્દે મૌન વિરોધ રેલી

  તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે રોષ ફેલાયો છે. તેમના નિવેદનમાં ગુજરાતીઓ માટે અપમાનજનક શબ્દો વપરાયા હોવાના આક્ષેપ…

 

તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે રોષ ફેલાયો છે. તેમના નિવેદનમાં ગુજરાતીઓ માટે અપમાનજનક શબ્દો વપરાયા હોવાના આક્ષેપ સાથે લોકોમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે.

આ ઘટનાને લઈ રાજુલા શહેરમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા અનોખા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા અને સૌએ મૌન ધારણ કરીને હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરો રેલી સ્વરૂૂપે શહેરમાં ફરી રહ્યા હતા અને પોતાના રોષને શાંતિપૂર્ણ રીતે વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે યોજાતા રાજકીય વાતાવરણમાં વધુ ગરમાવો લાવી રહ્યું છે.

ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ગુજરાતીઓ અંગે આવી અપમાનજનક ભાષાનો ઉપયોગ સહન નહીં કરવામાં આવે અને આવું નિવેદન કરનારાઓએ જાહેરમાં માફી માંગવી જોઈએ. પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, છતાં લોકોમાં આ મુદ્દે હજુ પણ ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *