પોરબંદર-આસનસોલ, ઓખા-શકુરબસ્તી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર…

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રાજકોટ ડિવિઝન થઈને પસાર થતી ટ્રેન નંબર 09205 પોરબંદરઆસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ પોરબંદરથી દર સોમવારે સવારે 8.50 કલાકે ઉપડીને, તે જ દિવસે 13.15 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે સવારે 6.45 કલાકે આસનસોલ પહોંચશે. આ ટ્રેન 13 એપ્રિલ, 2026 થી 29 જૂન, 2026 સુધી ચલાવવામાં આવશે.

તે જ રીતે, પરતમાં ટ્રેન નંબર 09206 આસનસોલપોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ આસનસોલથી દર બુધવારે રાત્રે 23.05 કલાકે ઉપડીને શુક્રવારે સાંજે 17.41 કલાકે રાજકોટ અને રાત્રે 21.50 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલ, 2026 થી 01 જુલાઈ, 2026 સુધી ચલાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખાશકૂર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે આવેલું) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. ટ્રેન સંખ્યા 09523 ઓખાશકૂર બસ્તી સુપરફાસ્ટ સમર સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 કલાકે ઉપડશે, તે જ દિવસે 14:40 કલાકે રાજકોટ અને બીજા દિવસે 10:35 કલાકે શકૂર બસ્તી પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી ચાલશે.

તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09524 શકૂર બસ્તીઓખા સુપરફાસ્ટ સમર સ્પેશિયલ દર બુધવારે શકૂર બસ્તીથી 13:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:58 કલાકે રાજકોટ તથા 13:00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલથી 1 જુલાઈ, 2026 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઉભી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *