ભાવનગર શહેરના ડેરી રોડ તિલકનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ઉર્ફે લોચો ઉમેશભાઈ માંડલીયા ઉં.વ.34 નામના યુવકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી હતી. કેટરીંગના ધંધાર્થી મેહુલભાઈ માંડલીયા શહેરના એરપોર્ટ રોડ અજયવાડી નજીક તેઓનું ગોડાઊન આવેલ હતું. જ્યાં ગળાફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. જે બનાવમાં ચુવકને પી.એમ. અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મનનાર યુવા ને વ્યાજખોરના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે. પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.
સ્કુટર સ્લીપ થતા યુવાનનું મોત
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા મંગળભાઈ બાબુભાઈ મકવાણા અને તેમના પત્ની ભારતીબેન પોતાનું સ્કૂટર લઈ જતા હતા ત્યારે રૂૂવાપરી રોડ યોગેશ્વર મંદિર નજીક આવતા મંગળભાઈ એ પોતાના સ્કૂટર પર નો કાબુ ગુમાવતા સ્કૂટર રોડ પર સ્લીપ થઈ ગયું હતું જેમાં મંગળભાઈ ને ગંભીર ઇજા થતા સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જયા ફરજ પરના તબીબે તેઓની મૃત જાહેર કરેલ. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
