મોરબીમાં સિરામિક એસો.ના હાદ્દેદારોની ભાજપની ટિકિટ માટે દોડાદોડી

સ્થાનિક સ્વરાજની ચુંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે ભાજપ દ્વારા મહાનગર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં સિરામિક એસોસીએશનના વર્તમાન પ્રમુખ અને પૂર્વ…

સ્થાનિક સ્વરાજની ચુંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે ભાજપ દ્વારા મહાનગર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં સિરામિક એસોસીએશનના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિતના ટીકીટ લેવા માટે દોડધામ કરી રહ્યા છે.

મોરબી જીલ્લા ભાજપ દ્વારા મહાનગર પાલિકા માટે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં સિરામિક એસોસીએશનના વર્તમાન પ્રમુખ મનોજ એરવાડીયાએ મહાનગર પાલિકાના વોર્ડ 7 માંથી, સિરામિકના પૂર્વ પ્રમુખ હરેશ બોપલીયા વોર્ડ 3, મુકેશ કુંડારિયા અને તેના પત્ની ભગવતીબેનએ વોર્ડ 9 માંથી અને પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ મોહન કુંડારિયાના ભત્રીજા મિલન કુંડારિયાએ વોર્ડ 9 પણ ટિકિટ માગી હોવાની સત્તાવાર માહિતી જીલ્લા પ્રમુખ પાસેથી મળી છે.

હવે જોવાનું રહ્યું કે પ્રદેશ ભાજપ દ્વારા મહાનગર પાલિકાની બેઠકો માટે સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યા બાદ સિરામિક એસોસીએશનના હોદેદારોને ટીકીટ મળે છે કે દિલ કે અરમા આંસુઓ મેં બહે ગયે તેવી સ્થિતિ જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *