રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઇ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બની ગયું છે. કલેકટર તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને ફોર્મ ભરવા માટે અલગ-અલગ કુલ 6 જેટલી કચેરીઓમાં ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે તેમજ ઉમેદવારી માટે પોતાના ફોર્મ ઉપાડી પણ શકશે. આગામી સોમવારથી ઉમેદવારો પોતાના ફોર્મ આ નિયત કચેરીઓ ખાતેથી ઉપાડી શકશે તેમ જ જરૂૂરી દસ્તાવેજો સાથે ભરીને જમા પણ કરાવી શકશે.
મહાનગરપાલીકા મતદાર મંડળ માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. શહેરના તમામ 18 વોર્ડને 6 અલગ-અલગ ઝોન અને કચેરીઓમાં વહેંચીને ઉચ્ચ અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
વોર્ડ નંબર 1, 2 અને 3: આ વિસ્તારના વોર્ડ માટે નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી), હર્ષદિપ આચાર્યની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની કચેરી રાજકોટ ગ્રામ્ય પ્રાંત, જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી છે. જયારે વોર્ડ નંબર 4, 5 અને 6: નાયબ જિલ્લા વિકાસ અધિકારી,પી. એચ. ગલ્ચર આ વોર્ડના ચૂંટણી અધિકારી રહેશે. તેમની કચેરી જિલ્લા પંચાયત કચેરી, રાજકોટ ખાતે કાર્યરત છે. વોર્ડ નંબર 7, 8 અને 9: જિલ્લા પુરવઠા અધિકારી, એ. એસ. ઝાપડાને આ વોર્ડની જવાબદારી સોંપાઈ છે. તેઓ કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી પોતાની ફરજ બજાવશે. વોર્ડ નંબર 10, 11 અને 12: બહુમાળી ભવન ખાતે બેસતા જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ), બિમલકુમાર પટેલને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. વોર્ડ નંબર 13, 14 અને 15: રાજકોટ શહેર પ્રાંત-1 ના પ્રાંત અધિકારીશ્રી, ડો. ચાંદની પરમારને આ વોર્ડના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે, જેમની કચેરી જુની કલેકટર કચેરી ખાતે આવેલી છે.વોર્ડ નંબર 16, 17 અને 18: જામનગર રોડ સ્થિત રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સિધ્ધાર્થ ગઢવીને ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. આત્મીય કોલેજ પાસે આવેલી છે. જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પોત પોતાના નજીકના તાલુકા વિસ્તાર ખાતેથી પોતાનું ફોર્મ ઉપાડી શકશે અને ત્યાં ફોર્મ ભરી પરત કરી શકશે.
