રણમાં બરફનું કૌતુક: રાજસ્થાનમાં કરાના વરસાદથી કાશ્મીરનો માહોલ

ભારે વરસાદ અને કરા પડવાથી ઇસબગૂલ, જીરૂ, ચણાના ખળામાં પડેલા પાકનો વિનાશ રાજસ્થાનના જેસલમેર અને બીકાનેર જિલ્લામાં ગઇકાલે હવામાનમાં અચાનક આવેલા બદલાવના કારણે આખા વિસ્તારમાં…

ભારે વરસાદ અને કરા પડવાથી ઇસબગૂલ, જીરૂ, ચણાના ખળામાં પડેલા પાકનો વિનાશ

રાજસ્થાનના જેસલમેર અને બીકાનેર જિલ્લામાં ગઇકાલે હવામાનમાં અચાનક આવેલા બદલાવના કારણે આખા વિસ્તારમાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. જેસલમેરના કેટલાય વિસ્તારમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા, જેનાથી જનજીવન પ્રભાવિત થયું. ખાસ કરીને નહરી બેસ્ટ નાચનાના કબીરપુરા અને આજુબાજુના વિસ્તારમાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો.

આ કરાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. સૌથી વધારે નુકસાન ઇસબગુલ, જીરું અને ચણાના કાપેલા પાકને થયું, જે ખેતરમાં જ પડ્યા હતા. કરા પડવાનો માર એટલો જોરદાર હતો કે કેટલીય જગ્યાએ પાકનો સોથ વાળી દીધો. ખેડૂતોનું કહેવું છે કે પાક વાઢી લીધા બાદ પાક તૈયાર હતો, અચાનક હવામાન બદલાયું અને તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ બાજુ બીકાનેર જિલ્લાના મહાજન અને અર્જુનસરની વચ્ચે પણ શુક્રવાર બપોરે હવામાન ખરાબ થયું. ભારે પવન સાથે કરા પડ્યા અને હળવો વરસાદ થયો, જેના કારણે આ વિસ્તારમાં ઠંડી વધી ગઈ અને લોકોને ગરમીથી થોડી રાહત મળી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, થોડા સમય સુધી કરા પડતા રહ્યા, જેના કારણે રોડ પર અવરજવર પ્રભાવિત રહી. ખેડૂતોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. કેમ કે આ મોસમ તેમના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હવામાન વિભાગે પહેલાથી જ રાજસ્થાનના બીકાનેર સહિત કેટલાય જિલ્લામાં વરસાદ અને કરા પડવાની આગાહી કરી હતી. નિષ્ણાતો અનુસાર, આ બદલાવ પશ્ચિમી વિક્ષોભની અસરથી થયો છે. આવા સમયે આવનારા દિવસોમાં હવામાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, જેનાથી ખેડૂતોને સતર્ક રહેવાની જરૂૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *