સુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લા SOG પોલીસે ગઢસીરવાણીયા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલભાઈ પાંચાભાઈ રોજાસરા ભાડાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો. SOG પોલીસ પેટ્રોલિંગ…

સુરેન્દ્રનગર જિલ્લા SOG પોલીસે ગઢસીરવાણીયા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલભાઈ પાંચાભાઈ રોજાસરા ભાડાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો. SOG પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી 33 પ્રકારની એલોપેથી દવાઓ જપ્ત કરી છે, જેની કિંમત આશરે 6273 રૂૂપિયા થાય છે.

પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી વિપુલભાઈ મૂળ સાંગોઈ ગામનો રહેવાસી છે અને તેણે રમેશભાઈ ધનજીભાઈ મેરની દુકાન ભાડે રાખીને લાંબા સમયથી આ પ્રેક્ટિસ ચલાવી રહ્યો હતો. આરોપી વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિસનર કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં SOG પી.આઇ. પી.બી.એચ. સિંગરખીયા, ઙજઈં એન.એ. રાયમા, ઙજઈં આર.જે. ગોહીલ, હેડ કોન્સ્ટેબલ અમર કુમાર ગઢવી સહિતના સ્ટાફને સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *