યુધ્ધ ઇફેક્ટ? ફિફાએ અમેરિકાના વર્લ્ડ કપની ટિકિટનો ભાવ બે લાખ વધારી દીધો

અમેરિકા એક તરફ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ સાથે મળીને એક મહિના કરતાં પણ વધુ સમયથી ઇરાન સામે ભીષણ યુદ્ધમાં ઊતર્યું છે ત્યાં બીજી તરફ અમેરિકામાં જ…

અમેરિકા એક તરફ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ સાથે મળીને એક મહિના કરતાં પણ વધુ સમયથી ઇરાન સામે ભીષણ યુદ્ધમાં ઊતર્યું છે ત્યાં બીજી તરફ અમેરિકામાં જ અઢી મહિના પછી યોજાનારા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ માટે સ્ટેડિયમોમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે અને આ માહોલમાં ફિફાએ ટોચની કેટેગરીવાળી ટિકિટ ના ભાવમાં બે લાખ રૂૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. આ ભાવ વધારો યુદ્ધ સહિતના પરિબળોની અસરને કારણે કરવામાં આવ્યો એવું નકારી ન શકાય.

11મી જૂનથી ફૂટબોલ વર્લ્ડ કપની મેચો ખાસ કરીને અમેરિકામાં તેમ જ કેનેડા અને મેક્સિકોના સ્ટેડિયમોમાં રમાશે. આ વખતે સૌથી વધુ 48 દેશ ભાગ લઈ રહ્યા છે અને વર્લ્ડ કપના મેમ્બર રાષ્ટ્રોમાં આ નવો વિક્રમ છે. બુધવારે તમામ 48 દેશના નામ નક્કી થઈ ગયા ત્યાર પછી અગાઉ અડચણને કારણે અટકાવવામાં આવેલું ટિકિટોનું વેચાણ ફરી શરૂૂ કરવામાં આવ્યું હતું. હાલમાં તો 72માંથી 17 લીગ મેચો માટેની ટિકિટનું જ વેચાણ શરૂૂ કરાયું છે. નોકઆઉટ રાઉન્ડની ટિકિટોનું વેચાણ હજી શરૂૂ નથી કરાયું.

નંબર-વન કેટેગરીની એક ટિકિટનો ભાવ બે મહિના પહેલાં 8,680 ડોલર (આશરે 8.08 લાખ રૂૂપિયા) હતો જે હવે વધારીને 10,990 ડોલર (અંદાજે 10.23 લાખ રૂૂપિયા) કરવામાં આવ્યો છે. અન્ય બે કેટેગરીની ટિકિટનો ભાવ પણ વધારવામાં આવ્યો છે.

19મી જુલાઈએ અમેરિકામાં ન્યૂ જર્સીમાં ઈસ્ટ રુધરફર્ડના સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ માટેની બીજી કેટેગરીની એક ટિકિટનો ભાવ અગાઉ 5,575 ડોલર (5.20 લાખ રૂૂપિયા) હતો જે વધારીને 7,380 ડોલર (6.88 લાખ રૂૂપિયા) નક્કી કરવામાં આવ્યો છે. ત્રીજી કેટેગરીની એક ટિકિટનો ભાવ 4,185 ડોલર (3.90 લાખ રૂૂપિયા)થી વધારીને 5,785 ડોલર (5.39 લાખ રૂૂપિયા) કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *