હોર્મુઝનું સીધું સમાધાન શોધવા બ્રિટનનું 35 દેશોને આહવાન

બ્રિટન 35 દેશોની એક બેઠક બોલાવવા જઈ રહ્યું છે, જેમાં અમેરિકા સામેલ થશે નહીં. આ બેઠકનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના રસ્તાઓ શોધવાનો છે.…

બ્રિટન 35 દેશોની એક બેઠક બોલાવવા જઈ રહ્યું છે, જેમાં અમેરિકા સામેલ થશે નહીં. આ બેઠકનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના રસ્તાઓ શોધવાનો છે. આ ઓઈલ અને ગેસના સપ્લાય માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે, જેને ઈરાને બંધ કરી દીધો છે. ઙખ કીર સ્ટાર્મરે જણાવ્યું કે આ મુદ્દા પર બ્રિટન અને ફ્રાન્સ મળીને જે પ્રયાસો કરી રહ્યા છે, તેનો આગામી તબક્કો ગુરુવારથી શરૂૂ થશે.

સ્ટાર્મરે કહ્યું કે આ બેઠકમાં 35 દેશો મળીને એ નક્કી કરશે કે કયા કયા રાજદ્વારી અને રાજકીય પગલાં લઈ શકાય છે, જેથી દરિયાઈ માર્ગ ફરીથી ખોલી શકાય, ફસાયેલા જહાજો અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને જીવનજરૂૂરી ચીજવસ્તુઓની અવરજવર ફરી શરૂૂ થઈ શકે.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે આ બેઠક પહેલીવાર મળી રહી છે. ઉકેલ શોધવા માટે આટલા બધા દેશોને એકસાથે લાવવામાં આવ્યા છે. આ બેઠકમાં અમેરિકા, યુરોપ અને ગલ્ફના દેશો શામેલ છે. જોકે, ભારત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતાર અને ઓમાન જેવા દેશોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

ઈરાની સેના પ્રમુખ અમીર હતામીએ જણાવ્યું હતું કે દુશ્મનની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને સેના તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે જો જમીન પર હુમલો થશે તો હુમલાખોરોને બક્ષવામાં આવશે નહીં. હતામીએ લશ્કરી અધિકારીઓને દુશ્મનની રણનીતિ સમજવા અને અગાઉથી પ્રતિક્રિયા યોજના તૈયાર કરવા સૂચના આપી છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *