રાજુલાના 4 ગામ બન્યા શૂન્ય વીજબિલ મોડલ

ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા અને નેસડી-2ની નોંધપાત્ર સિદ્ધિ રાજુલા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી હેઠળના ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા (સમૂહખેતી) અને નેસડી-2 સહિત કુલ ચાર ગામોએ…

ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા અને નેસડી-2ની નોંધપાત્ર સિદ્ધિ

રાજુલા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી હેઠળના ભાક્ષી-1, ભાક્ષી-3, નાના આગરિયા (સમૂહખેતી) અને નેસડી-2 સહિત કુલ ચાર ગામોએ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ ગામોમાં રહેણાંક, ખેતીવાડી તેમજ ઔદ્યોગિક તમામ વીજ જોડાણોના બિલની સંપૂર્ણ ભરપાઈ કરી શૂન્ય વીજબિલનો લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે.

આ અભિયાનને સફળ બનાવવામાં ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઈ ધાખડા, સમૂહખેતી ગામના જીતુભાઈ કસવાળા તથા રાજુભાઈ પરસાણા, નેસડી ગામના સરપંચ ગુણવંતભાઈ સાવલિયા અને ભાક્ષી-1 ગામના સુરેશભાઈ વ્યાસ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

સાથે જ પીજીવીસીએલના કર્મચારીઓ એમ.ડી. ખુમાણ, એચ.એમ. સોલંકી, આર.આર. દામોર તથા આર.જે. ચૌહાણ અને અન્ય સ્ટાફના અથાગ પ્રયત્નો તથા ગ્રામજનોના સહયોગથી આ લક્ષ્યાંક સિદ્ધ થયો છે. આ કામગીરી દરમિયાન કચેરીના કાર્યપાલક ઇજનેર બી.એમ. પટેલ (સાવરકુંડલા)નું સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું. આ સફળતા બદલ પીજીવીસીએલ રાજુલા દ્વારા તમામ સરપંચો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *