મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું સોમવારે રાત્રીના મહેન્દ્રનગર ગામે પાર્ટી કાર્યક્રરના ઘરે મીટીંગ દરમીયાન મેજર હાર્ટ એટેક આવતા કિશોરભાઈનું દુખદ અવસાન થયું હતું આજે તેમના ઘરેથી સ્મશાનયાત્રા નીકળી હતી.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખના નિવાસસ્થાન વ્રજ વાટિકાથી સ્મશાનયાત્રા શરુ થઇ હતી અને લીલાપર રોડ પર આવેલ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પીઢ રાજકીય આગેવાનના ઓચિંતા અવસાનથી તમામ રાજકીય પક્ષોમાં શોકની લાગણી જોવા મળી હતી મોરબી જીલ્લાના ભાજપ-કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો, તેમના પરિવારજનો અને સ્નેહીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને પરિવારને સાંત્વના પૂરી પાડી હતી.
કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા (ઉ.વ.59) તા. 30-03-2026 ને સોમવારના રોજ રામચરણ પામેલ છે સદ્ગતનું બેસણું તા. 02-04-2026 ને ગુરુવારે સવારે 8 થી 10 સુધી જય દ્વારકાધીશ, ફાર્મ 1, રવાપર ઘુનડા રોડ મોરબી અને બપોરે 4 થી 6 સુધી પટેલ સમાજ વાડી, ગામ સરવડ તા. માળિયા ખાતે રાખેલ છે સાસરિયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
