ચૂંટણી પહેલા 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતી

31 IASને પ્રભારી સચિવ બનાવાયા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટો ઘાણવો   રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારોની જાહેરાત કરી છે, જેમાં 200થી…

31 IASને પ્રભારી સચિવ બનાવાયા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટો ઘાણવો

 

રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારોની જાહેરાત કરી છે, જેમાં 200થી વધુ અધિકારીઓની બદલી, બઢતી અને નવી નિમણૂકોનો સમાવેશ થાય છે. IAS અધિકારીઓને નવી જવાબદારીઓ, મહેસૂલ અને સામાજિક ન્યાય વિભાગમાં વ્યાપક ટ્રાન્સફર, તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં IT કેડરના અધિકારીઓની બદલી-બઢતી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓના પ્રેક્ષ્યમાં આ નિર્ણયો વહીવટને વધુ અસરકારક અને ગતિશીલ બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે, જેથી કોઈપણ જિલ્લા વહીવટમાં ખાલીપો ન રહે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી જિલ્લા સ્તરે નિર્ણયો ઝડપથી લઈ શકાય અને નીતિઓના અમલમાં સુગમતા આવે. IAS અધિકારી સુસ્મિતા એપ્પાલપલ્લીની હાલોલથી મહુવા પ્રાંત અધિકારી તરીકે બદલી પણ આ જ વ્યાપક ફેરફારોનો ભાગ છે.

મહેસૂલ વિભાગ હેઠળ ૠઅજ કેડરના 31 વર્ગ-1 અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે અને તેમને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાત્કાલિક નવી જગ્યા પર ફરજ સંભાળવા આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ 12 મામલતદારોની વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જ્યારે 32 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપી તંત્રમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, પ્રમોશન સ્વીકારવામાં અનિચ્છા દર્શાવતા 13 અધિકારીઓને ફરી નાયબ મામલતદાર તરીકે રિવર્ઝન ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પગલાંથી મહેસૂલ તંત્રમાં ખાલી જગ્યાઓ ભરાઈ રહે અને કાર્યક્ષમતા જળવાઈ રહે તેવો સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં IT (Information Technology) ક્ષેત્રના અધિકારીઓ માટે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. કુલ 41 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે નાયબ નિયામક કક્ષાના 5 અધિકારીઓને બઢતી સાથે બદલી આપવામાં આવી છે. ઉપરાંત 34 IT અધિકારીઓને પણ બઢતી સાથે નવી નિમણૂકો આપવામાં આવી છે, જેથી ટેક્નોલોજી આધારિત કામગીરીને વધુ ગતિ અને દિશા મળી રહે. આ ફેરફારો દ્વારા રાજ્યના ડિજિટલ ગવર્નન્સ, ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ્સ અને ટેકનોલોજી આધારિત સેવાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે સીધો અસરકારક પ્રભાવ જનસેવા પર પડશે.

27 ખફભિવ, 2026ના આદેશ મુજબ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કુલ 15 સિનિયર ક્લાર્ક અને અન્ય કર્મચારીઓને બઢતી આપી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને કચેરીઓમાં બદલી કરવામાં આવી છે. ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં કેટલાક અધિકારીઓને જિલ્લા સમાજ કલ્યાણ કચેરીઓમાં તો કેટલાકને રાજ્ય સ્તરની કચેરીઓમાં નવી નિમણૂક આપવામાં આવી છે. તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે અને તેમના પગાર, સર્વિસ રેકોર્ડ તથા અન્ય વહીવટી પ્રક્રિયાઓ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. વિભાગનું માનવું છે કે આ બદલીઓથી સામાજિક ન્યાય સંબંધિત યોજનાઓના અમલમાં વધુ ઝડપ અને પારદર્શિતા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *