ઇરાનમાં જમીન મોરચે લડવાનું આયોજન આપઘાત સમાન સાબિત થશે, વ્યૂહરચના સ્પષ્ટ નથી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરૂૂદ્ધ શરૂૂ કરવામાં આવેલા યુદ્ધને લઈને અમેરિકન સશસ્ત્ર દળોના જવાનોમાં ભારે અસંતોષ અને નિરાશા વ્યાપી રહી છે. સક્રિય ફરજ બજાવતા સૈનિકો અને રિઝર્વિસ્ટોએ ’હફપોસ્ટ’ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેઓ ઈઝરાયેલના હિતો માટે અથવા રાજકીય પૌન બનીને પોતાનો જીવ ગુમાવવા માંગતા નથી.
ખાસ કરીને 28 ફેબ્રુઆરીએ યુદ્ધના પ્રથમ દિવસે ઈરાનના મીનાબમાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા અમેરિકન હુમલામાં 170 શાળાની બાળકીઓના મોત બાદ સૈનિકોમાં નૈતિક દ્રષ્ટિએ ભારે આક્રોશ છે. જવાનોનું માનવું છે કે આ યુદ્ધનો કોઈ સ્પષ્ટ વ્યૂહાત્મક હેતુ નથી અને તેઓ બિનજરૂૂરી રીતે જોખમમાં મુકાઈ રહ્યા છે. મિડલ ઈસ્ટમાં ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓ વચ્ચે અમેરિકલ સૈન્ય અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે ગ્રાઉન્ડ ઓપરેશન એક ’સંપૂર્ણ આપત્તિ’ સાબિત થઈ શકે છે, કારણ કે તેમની પાસે જમીની સ્તરે બચાવ માટે કોઈ મજબૂત યોજના નથી.
અમેરિકા અને ઇઝરાયેલ તરફથી ઈરાન સામે શરૂૂ કરવામાં આવેલા યુદ્ધના ચોથા અઠવાડિયે અમેરિકી સશસ્ત્ર દળોમાં ઊંડો અસંતોષ અને નૈતિક વિરોધ વધી રહ્યો છે. અનેક અમેરિકી સૈનિકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમે ઇઝરાયેલ માટે મરવા નથી માંગતા અને અમે રાજકીય પ્યાદા બનવા નથી માંગતા.
એક વેટરન અને રિઝર્વિસ્ટે જણાવ્યું કે યુવા અધિકારીઓ અને સૈનિકો તેમને કહી રહ્યા છે કે તેઓ આ યુદ્ધમાં ભાગ લેવા ઇચ્છતા નથી. તેઓ યુદ્ધના ઉદ્દેશ્ય, વ્યૂહરચનાના અભાવ અને સુરક્ષાની ચિંતાથી પરેશાન છે. ટ્રમ્પ સરકારે મધ્ય પૂર્વમાં હજારો વધારાના સૈનિકો અને મરીન્સને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ સૈનિકોમાં આ યુદ્ધને ઇઝરાયેલના હિત માટે અમેરિકાને વાપરવાનું માનવામાં આવી રહ્યું છે.
કોન્શિયસ એન્ડ વોર સેન્ટરના ડિરેક્ટર માઈક પ્રિસ્નરે જણાવ્યું કે પહેલાં વર્ષે 50થી 80 સૈનિકો તેમની પાસે આવતા હતા, પરંતુ માર્ચ મહિનામાં આ અરજીઓમાં 1000 ટકાનો વધારો થયો છે. દરરોજ ઓછામાં ઓછો એક સૈનિક તેમની સંસ્થાનો સંપર્ક કરી રહ્યો છે.
સૈનિકોમાં મુખ્ય ચિંતાઓમાં યુદ્ધની અસ્પષ્ટ વ્યૂહરચના, ઈરાની હુમલાનો ખતરો અને જમીની અભિયાનને સંપૂર્ણ વિનાશકારી ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન યુદ્ધ ચાલુ રહેતાં અમેરિકી સૈન્ય બેઝ પર ઈરાની હુમલાઓ પણ વધી રહ્યા છે. આ અસંતોષને અમેરિકી સેનામાં વધતા વિરોધનું સંકેત માનવામાં આવી રહ્યું છે. વિકાસ ઝડપથી બદલાઈ રહ્યા છે.
