2.16 કરોડ પુરુષ અને 2.02 કરોડ મહિલા મતદારો નોંધાયા, આખરી મતદાર યાદી પ્રસિધ્ધ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે પ્રારંભિક મતદાર યાદી હવે સત્તાવાર રીતે પ્રકાશિત કરી દીધી છે. આ જાહેરાત સાથે જ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયાનો માર્ગ મોકળો થયો છે. મતદારોની વિગતો રાજ્ય ચૂંટણી આયોગના આંકડા અનુસાર તમામ સ્થાનિક બેઠકો માટે કુલ 4,18,87,818 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 2,16,15,633 છે, મહિલા મતદારો2,02,71,220છે અને અન્ય મતદારો 965 છે. આ વિશાળ આંકડો દર્શાવે છે કે આવનારી ચૂંટણીમાં તીવ્ર મુકાબલો જોવા મળશે. ખાસ કરીને બે કરોડથી વધુ મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
મુખ્ય શહેરોમાં મતદારોની સ્થિતિ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી તથા વિવિધ ઝોનલ કચેરીઓ ખાતે નવી યાદીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યાં નાગરિકો સીધા જઈને પોતાનું નામ ચકાસી શકશે.રાજકોટમાં આ વખતે 1 લાખથી વધુ મતદારોનો ઘટાડો નોંધાયો છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પછી 18 વોર્ડની નવી યાદી 23 માર્ચે પ્રસિદ્ધ થઈ છે.
રાજયની 15 મહાનગરપાલિકાઓમાં કુલ મતદારો 1 કરોડ 10 લાખ 39131 નોંધાયા છે. જયારે 84 નગરપાલિકાઓ તથા 11 નગરપાલિકાઓની જે 13 બેઠકો ઉપર પેટ ચુંટણી છે તેમાન કુલ 33 લાખ 66330 મતદારો છે. આજ રીતે 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં કુલ બે કરોડ 74 લાખ 82357 મતદારો નોંધાયા છે.
મતદારો માટે મહત્વની તક રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે કે આ યાદી હજુ પ્રારંભિક છે. જો કોઈ મતદારનું નામ યાદીમાં ન હોય અથવા નામ, સરનામું કે ફોટામાં કોઈ ભૂલ હોય તો તેઓ 27 માર્ચ 2026 સુધીમાં સુધારણા માટે અરજી કરી શકશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી તારીખોની જાહેરાત થવાની સંભાવના છે.
રાજકીય પક્ષોની તૈયારીઓ મતદાર યાદી જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના મુખ્ય રાજકીય પક્ષોએ વોર્ડ સ્તરે પોતાની વ્યૂહરચના તૈયાર કરવાનું શરૂૂ કરી દીધું છે. પેજ સમિતિઓ અને બૂથ સ્તરના વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
