શહેરના વિવિધ હોકર્સ ઝોન અને ફૂલ બજારની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર

સફાઇ વ્યવસ્થા, પબ્લિક ટોઇલેટ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ યુરિનલની સ્થિતિ અંગે માહિતી મેળવી સ્વચ્છ સર્વેક્ષણ 2026 અન્વયે શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ જાહેર…

સફાઇ વ્યવસ્થા, પબ્લિક ટોઇલેટ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ યુરિનલની સ્થિતિ અંગે માહિતી મેળવી

સ્વચ્છ સર્વેક્ષણ 2026 અન્વયે શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ જાહેર સ્થળોએ પબ્લિકની અવર-જવર વધુ હોઈ તેમજ પબ્લિકની સુવિધાઓમાં વધારો થાય તે હેતુસર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે તા.23-03-2026ના રોજ શહેરના વિવિધ હોકર્સ ઝોન તેમજ ફૂલ બજારની સ્થળ પર મુલાકાત લઈ વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન હોકર્સ ઝોનમાં સફાઈ વ્યવસ્થા, પબ્લિક ટોઇલેટ અને યુરિનલની સ્થિતિ, કચરાનું સેગ્રિગેશન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, કંપોસ્ટ પિટની કામગીરી, નાગરિકો અને વેપારીઓના અભિપ્રાય તેમજ ફૂલ બજારના થડાની હાલત અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરએ લક્ષ્મીનગર હોકર્સ ઝોન, અંબિકા ટાઉનશીપ હોકર્સ ઝોન, પુષ્કરધામ મેઈન રોડ હોકર્સ ઝોન, સાધુવાસવાણી મેઈન રોડ હોકર્સ ઝોન અને રામનાથપરા સ્મશાન પાસેના ફૂલ બજારની મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ કમિશનરએ હોકર્સ ઝોનમાં નિયમિત સફાઈ થાય છે કે નહીં તેની સ્થળ પર ચકાસણી કરી હતી. સફાઈ કામગીરી કેટલા વખત થાય છે, કચરો એકત્રિત કરવા માટે વાહનો કેટલા વખત આવે છે, કચરો સમયસર ઉપાડવામાં આવે છે કે નહીં, તેમજ સ્થળ પર કચરો એકત્રિત ન થાય તે અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

કમિશનરએ હોકર્સ ઝોનમાં સફાઈની આવર્તનતા વધારવા અને સતત દેખરેખ રાખવા સૂચનાઓ આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2026 અંતર્ગત શહેરના તમામ જાહેર સ્થળોએ સ્વચ્છતા વ્યવસ્થા મજબૂત કરવા, કચરાનું સેગ્રિગેશન સુનિશ્ચિત કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ લાવવા તથા નાગરિક સુવિધાઓમાં સુધારો કરવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરની આ મુલાકાત શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *