વિવિધ જિલ્લાઓ માટે આર્મી રીક્રુટમેન્ટ રેલી અંગેનું આયોજન થયેલ હોય, લેવાયો નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકા, રેસકોર્સ હસ્તકના વિવિધ ગ્રાઉન્ડ ખાતે તા.23/03/2026 થી તા.08/04/2026 દરમ્યાન રાત્રીના 09:00 વાગ્યાથી સવારનાં 06:00 સુધી જાહેર જનતા અને તમામ મેમ્બર્સ માટે 17 દિવસ પ્રવેશ સંપૂર્ણ બંધ રહેશે. ઓફીશીયેટીંગ ડિરેક્ટર રીક્રૂટીંગ (ARMY) દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે આર્મી રીક્રુટમેન્ટ રેલી અંગેનુ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા, રેસકોર્ષ સંકુલ હસ્તકના નીચે જણાવેલ વિવિધ ગ્રાઉન્ડ ખાતે તા.23/03/2026 થી તા.08/04/2026 સુધી આ આર્મી રીક્રુટમેન્ટ રેલી અંગેનુ આયોજન કરવામાં આવનાર છે.
આ ભરતી પ્રકિયા દરમ્યાન નીચે મુજબનાં ગ્રાઉન્ડ તથા પરિસર ખાતે તા.23/03/2026 થી તા.08/04/2026 રાત્રીના 09:00 વાગ્યાથી સવારનાં 06:00 સુધી જાહેર જનતા અને તમામ મેમ્બર્સ માટે પ્રવેશ સંપૂર્ણ બંધ રહેશે. આ સાથે સવારના 06:00 થી રાત્રીના 09:00 વાગ્યા દરમ્યાન રાબેતા મુજબ ચાલુ રહેશે, જેની જાહેર જનતા અને તમામ મેમ્બર્સએ નોંધ લેવા તેમજ આ સમયગાળા દરમ્યાન સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.
રેસકોર્ષ સ્થિત 1. સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, 2. ફુટબોલ ગ્રાઉન્ડ તથા હોકી ગ્રાઉન્ડ વચ્ચે આવેલ વ્યુઇંગ ગેલેરી, 3. હોકી ગ્રાઉન્ડની સામે આવેલ લોન એરીયા, 4. ઇન્ડોર સ્ટેડીયમ પરીસર, 5. નવી બિલ્ડીંગનું પરીસર, 6. 06 ટેનીસ કોર્ટ, 7. 02 ટેનીસ કોર્ટ, 8. ફુટબોલ ગ્રાઉન્ડ, 9. ફૂટબોલ ગ્રાઉન્ડથી 06 ટેનીસ કોર્ટ સુધીનો રસ્તો, 10. ફૂટબોલ ગ્રાઉન્ડની બાજુની બ્યુટીફીકેશન ગલી સહિતના મેદાનો બંધ રહેશે.
