ક્ધટેનરોને પાછા બેક ટુ ટાઉન લાવવા માટેનો અંદાજે 275 કરોડનો ખર્ચ એક્સપોર્ટરોના માથે
800થી વધુ ક્ધટેનરો માટે રેફરીજરેશન પ્લગીંગની વ્યવસ્થા ના હોવાના લીધે કરોડોનો નાશવંત માલ બગડી જવાનો ભય
ગુજરાત ગારમેન્ટ ઉદ્યોગ અને કેરીના એક્સપોર્ટના 500 કરોડના વેપારને અસર થઇ શકે
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ઈરાન ઈઝરાયેલ અમેરિકા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વનો વેપાર કટોકટીની સ્થિતિમાં મુકાઈ ગયો છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટના ઉદ્યોગ ઉપર ગંભીર આફત આવી પડી છે. યુદ્ધની સ્થિતિના લીધે યુ.એ.ઇના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ ઉપર દક્ષિણ એશિયાઈ દેશોના 29000 થી વધુ ક્ધટેનર અટવાઈ પડ્યા છે જેમાં ગુજરાત ભારતના 5500 વધુ ક્ધટેનરો છે.
ગુજરાત ભારત બટાકા, તરબૂચ, માછલી, સી ફૂડ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ જેવી નાશવંત (perishable) કોમોડિટી એક્સ્પોર્ટ કરે છે. ખોરફક્કન પોર્ટ ઉપર 800 થી વધુ રીફર ક્ધટેનરો એટલે રેફ્રિજરેટેડ ક્ધટેનરો ઉતારી દેવામાં આવ્યા છે. જે ક્ધટેનરોનેને ઠંડા રાખવા માટે ઇલેક્ટ્રિક પ્લગ્સની વ્યવસ્થાની જરૂૂર હોય છે ત્યારે તે પોર્ટ ની કેપેસિટી ઓછી હોવાથી પોર્ટ ઉપર માત્ર 120 જેટલા પ્લગ્સ ઉપલબ્ધ છે ત્યારે તે પોર્ટ ઉપરનો નાશવંત માલ સંપૂર્ણ સડી કે બગડી જાય તેવી પરિસ્થિતિમાં છે. ક્ધટેનરો ને પાછા બેક ટુ ટાઉન એટલે ભારત લાવવાનો મોટો ખર્ચ ઉપાડવો પડે તેવી પરિસ્થિતિ છે. પ્રતિ ક્ધટેનર દીઠ આશરે 500000 નો ખર્ચ થાય તેમ છે. જો બંને પોર્ટ ઉપરનાં 5500 ક્ધટેનરો ના પાછા ભારત લાવવામાં આવે તો તેનો ખર્ચ 275 કરોડ એક્સપોર્ટરોના માથે જાય તેવી પરિસ્થતિ છે. કેટલીક કોમોડિટીમાં માં ક્ધટેનરની કિંમત કરતા પાછા લાવવાની કિંમત વધી જાય છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
રમઝાન ઈદ ના સમયે ગુજરાતના ખાસ કરી અમદાવાદ અને સુરતનાગારમેન્ટ કપડા ઉદ્યોગ ગલ્ફ દેશો જોડે 1500 કરોડ નો વેપાર કરે છે. યુદ્ધના લીધે ગારમેન્ટ એક્સ્પોર્ટ ઉદ્યોગને 1500 કરોડના નુકશાનનો ફટકો પડે તેવી સ્થિતિમાં આવી ગયું છે. સમયે માલ ના પહોંચે, ઓર્ડર રદ્દ થાય અને ક્ધટેનરો અટવાવવાથી ગારમેન્ટ ઉદ્યોગની સ્થિતી ડામાડોળ થઈ છે. ગુજરાત રાજ્યમાંથી કેસર કેરી અને અન્ય કેરીનો આશરે 500 કરોડનો ગલ્ફ જોડે વેપાર થાય છે. યુદ્ધ લંબાશે તો કેરી ના એક્સ્પોર્ટ ઉપર ગંભીર અસર કરશે. જેના લીધે કેરી એક્સપોર્ટરો સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપર વ્યાપક અસર થશે.
યુદ્ધની પરિસ્થિતિમાં એક્સપોર્ટરો બરબાદ થઈ જાય તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટરોને બચાવવા રાહત પેકેજ માટે ની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, ત્યાં સરકાર મગનું નામ મરી નથી પાડતી. યુવા પેઢી જે સ્ટાર્ટ અપના નામે એક્સપોર્ટ ઈમ્પોર્ટ જોડે જોડાયેલી હશે તેને આ નુકશાનની અસરના ભોગવવી પડે તે દિશામાં સરકારે વિચારવું જોઈએ.
