નીતા એમ. અંબાણી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS) હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી સન્માનિત, 40,000 આદિવાસી વિદ્યાર્થીઓને મોટાં સપનાં જોવા પ્રેરિત કર્યાં

  રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીને આજે અહીં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS) કેમ્પસ ખાતે પ્રતિષ્ઠિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ…

 

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીને આજે અહીં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS) કેમ્પસ ખાતે પ્રતિષ્ઠિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS) હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી સન્માનિત કરાયા હતા.

શ્રીલંકાના નોબેલ પારિતોષિક વિજેતા મોહન મુનાસિંઘેએ KIIT, કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS) અને ઊંઈંખજના સ્થાપક ડો. અચ્યુત સામંતાની ઉપસ્થિતિમાં શ્રીમતી નીતા અંબાણીને આ એવોર્ડ એનાયત કર્યો હતો. શ્રીમતી અંબાણીની ઉત્કૃષ્ટ માનવતાવાદી પહેલો તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, હેલ્થકેર, ગ્રામીણ પરિવર્તન, મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન દ્વારા સામાજિક વિકાસમાં તેમના નોંધપાત્ર યોગદાનને આ એવોર્ડ થકી બિરદાવાયું છે.

આદિવાસી બાળકોને સંબોધતા પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું, “આપણા દીકરાઓ જે કાંઈ કરી શકે છે, તે બધું આપણી દીકરીઓ પણ કરી શકે છે. દીકરા અને દીકરીઓ વચ્ચે કોઈ ફરક નથી.” તેમણે પ્રશંસાના સ્વરે જણાવ્યું કે, “હંમેશા યાદ રાખો કે તમે આજે જ્યાં છો તે તો તમારી શરૂૂઆત છે, તમારું લક્ષ્ય નથી. તમે કેટલું આગળ વધી શકો છો તે તમારા સપનાં, તમારી મહેનત અને આગળ વધવાની તમારી હિંમત જ નક્કી કરશે.” તેમણે આદિવાસી બાળકોમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મને સંપૂર્ણ ખાતરી છે કે ભારતનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે.”

કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS) હ્યુમેનિટેરિયન એવોર્ડની શરૂૂઆત 2008માં ડો. સામંતાએ કરી હતી. આ એવોર્ડ થકી વિશ્વભરમાં માનવતાવાદી કાર્યોની ભાવનાને મૂર્તિમંત કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓને બિરદાવવામાં આવે છે. આ પુરસ્કાર વિજેતાને એક પ્રશસ્તિપત્ર અને ગોલ્ડ-પ્લેટેડ ટ્રોફી એનાયત કરાય છે.

છેલ્લા ઘણા વર્ષોથી, આ પુરસ્કાર વિશ્વભરના ખ્યાતનામ નેતાઓ, નોબેલ પારિતોષિક વિજેતાઓ અને વિશ્વભરના પ્રતિષ્ઠિત મહાનુભાવોને એનાયત કરવામાં આવ્યો છે. અગાઉના એવોર્ડ પ્રાપ્તિકર્તામાં રતન ટાટા, પરમપૂજ્ય દલાઈ લામા અને અનરુદ જુગનાથનો સમાવેશ થાય છે.

કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS)એ વિશ્વભરમાં આદિવાસી સમુદાય માટેની સૌથી મોટી યુનિવર્સિટી છે, જે આશરે 80,000 આદિવાસી બાળકોને ક્ધિડરગાર્ટનથી લઈને અનુસ્નાતક સ્તર સુધી મફત શિક્ષણ, નિવાસ તેમજ સર્વાંગી વિકાસ પ્રદાન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *